આપણા રાજ્યમાં એવા અનેક મંદિરો છે જે આ ભક્તોને ચમત્કારનો અનુભવ થતો હોય. મંદિરોમાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થાય તે માટે માનતા પણ રાખે છે. આવું જ એક મંદિર કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના કબરાઉમાં આવેલું છે.. કબરાઉ માં માતા મોગલ હાજરાહજૂર બિરાજે છે..
માતા મોગલ ના ચરણે આવેલ ભક્તોના દુઃખ દૂર થઈ જાય છે. અહીં મણીધર બાપુ પણ બિરાજે છે જે માતા મોગલના મોટા ઉપાસક છે. તેમને લોકો ચારણ ઋષિ તરીકે પણ ઓળખે છે. જે પણ લોકો માતા મોગલના દર્શન કરવા આવે છે તે મણીધર બાપુના પણ આશીર્વાદ લેતા હોય છે. અનેક લોકો એવા અહીં આવે છે જેના દુઃખ માતા મોગલ એ દૂર કર્યા હોય.
આવી જ રીતે પોતાની માનતા પૂરી કરવા માટે દયાબેન મુંધરા નામના મહિલા જામનગર થી આવ્યા હતા. તેમના શરીરમાં અસહ્ય દુખાવો રહેતો હતો. પરંતુ માતા મોગલ ની માનતા રાખ્યા પછી તેમને દવા વિના જ સારું થઈ ગયું.
ત્યાર પછી તેઓ તુરંત જ મોગલ ધામ આવ્યા અને માતાના દર્શન કરી મણીધર બાપુને મળ્યા. મણીધર બાપુએ તેમને જણાવ્યું કે માતાએ તેની માનતા 110 ગણી કરીને સ્વીકારી છે. આ વાત સાંભળીને મહિલા ખુશ થઈ ગયા અને માતા મોગલ ના આશીર્વાદ લઈને ઘરે પરત ફર્યા.