આ વ્યક્તિ 3.5 કિલોના વજનના સોનાના દાગીના પહેરીને જ નીકળે છે ઘરની બહાર… પત્ની પહેરે છે તેના કરતાં પણ વધુ સોનું

દરેક વ્યક્તિને અલગ અલગ પ્રકારના શોખ હોય છે. પણ આજે તમને જે વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છે તેના શોખ જેવી વાતો તમે ક્યારેય નહીં સાંભળી હોય. આ યુવકનું નામ કનૈયાલાલ છે અને તેને લોકો ગોલ્ડમેનના ઉપનામથી પણ બોલાવે છે. કારણ કે આ વ્યક્તિ જ્યારે પણ ઘરની બહાર નીકળે છે ત્યારે ત્રણ કિલોથી વધારે સોનું પહેરીને નીકળે છે. આ વ્યક્તિને સોનુ પહેરવાનો શોખ છે.

સોનુ પહેરવાના શોખીન કનૈયાલાલ રોજ ત્રણ કિલો થી વધારે ના સોનાના દાગીના પહેરીને ઘરની બહાર નીકળે છે. આ સોનાની કિંમત કરોડો રૂપિયાની છે. તેને જોઈને કોઈપણ વ્યક્તિની દાનત બગડી જાય. પણ કનૈયાલાલ કોઈ પણ જાતના ભાઈ વિના રોજ આટલો સોનું પહેરીને બહાર ફરતા જોવા મળે છે. પોતાના સોના વિશે તેઓ જણાવે છે કે તેમને સોનુ પહેરવાનો શોખ હતો તેથી તેઓ બચત કરી કરીને સોનું ખરીદતા ગયા અને આજે તેમની પાસે કરોડો રૂપિયાનું સોનું છે.

કનૈયાલાલ જ્યારે ઘરમાંથી બહાર નીકળે છે તો ગળા થી લઈને પગ સુધીમાં અનેક સોનાના દાગીના પહેરે છે. જેનું કુલ વજન ત્રણ કિલો કરતાં પણ વધારે છે. આ શોખ ના કારણે રાજસ્થાનમાં તેમને લોકો ગોલ્ડમેન તરીકે ઓળખવા લાગ્યા છે. જોકે ફક્ત એવું નથી કે કનૈયાલાલ પોતે જ સોનુ પહેરે છે. તેણે પોતાની પત્ની માટે પણ સોનું ખરીદ્યું છે અને તેની પત્ની સાત કિલોના સોનાના દાગીના રોજ પહેરે છે.

આ દંપતી કુલ 10 કિલો ના દાગીના રોજ પહેરે છે જેની કિંમત કરોડો રૂપિયામાં છે આ શોખ ના કારણે આખા રાજસ્થાનમાં આ દંપત્તિ પ્રખ્યાત થઈ ગયું છે. રોજ કરોડોનું સોનુ પહેરીને બિન્દાસ ફરતા દંપતીને કોઈ પણ જાતનો ડર પર લાગતો નથી. તેમનો પરિવાર સુખી અને સંપન્ન છે અને તેમને આ વાતની ખુશી છે.

Leave a Comment