દેશના ખૂણેખૂણેથી રોજેરોજ વીડિયો સોશિયલ મીડિયા પર શેર થાય છે અને વાયરલ થતા હોય છે. તેમાંથી કેટલાક લોકોના વીડિયો એવા મજેદાર હોય છે કે તેને લોકો વધારે પસંદ કરે છે. જ્યારે એકવાર કોઈ વીડિયો લોકોને પસંદ પડી જાય ત્યારે વધુને વધુ વીડિયો જોવાનું શરુ કરી દેતા હોય છે. લોકો સોશિયલ મીડિયા પર નામના વધે તે માટે અવનવા વીડિયો ઉતારતા હોય છે.
તેવામાં એક દીકરી અને માતાએ વીડિયોના કારણે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. પુત્ર અને પત્ની સોશિયલ મીડિયા પર ગ્લેમરસ બની અને વીડિયો બનાવી શેર કરતી હતી આ વાત પર પતિને એટલો ગુસ્સો આવ્યો કે તેણે તેમની હત્યા કરી નાખી.
આ ઘટના બની છે ગાઝિયાબાદમાં જ્યાં શુક્રવારે સાંજે 4 કલાક આસપાસ રેખા પાલ અને 14 વર્ષની તાશુની હત્યા થઈ હતી. આ હત્યા સંજય પાલે કરી હતી જે પોતે રીક્ષા ડ્રાઈવર છે. તેણે હત્યા કરી પોતાનો ગુનો પણ કબુલ કરી લીધો હતો. તેણે પોલીસને જણાવ્યું કે તેની પત્ની રેખાને કોઈ સાથે સંબંધ હોવાની શંકા હતી તેથી તેણે આવું કર્યું.
તેણે તેની પત્નીને રીલ્સ બનાવવાની ના કહી હતી પણ તે માનતી નહીં અને તેની દીકરી તાશુ પણ તેની માતાને સપોર્ટ કરતી હતી. તેથી તેણે પત્નીનું ગળુ પાવડા વડે કાપી નાખ્યું. ત્યારબાદ તેની દીકરી જે ટેરેસ પર સુતી હતી તેને પણ ઓશિકા વડે ગળુ દબાવી તેની હત્યા કરી નાખી. ત્યારબાદ તે ઘરેથી નીકળી ગયો.
થોડા કલાક પછી તેને કોઈ યુવકનો ફોન આવ્યો કે તેની પત્ની અને પુત્રીની હત્યા થઈ છે તો ત્યાંથી ઘટના સ્થળે આવ્યો. પોલીસને પ્રથમ શંકા તેના પર જતા તેના વિશે પુછપરછ કરી તેણે પોતાનો ગુનો કબુલી લીધો. તેણે કહ્યું કે તેના લગ્નને 20 વર્ષ થયા હતા. તેને શંકા હતી કે તેની પત્નીનું અફેર ચાલે છે તેથી તેણે તેની હત્યા કરી નાખી.