કચ્છમાં આવેલા કબરાઉ ખાતે સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. કચ્છ જિલ્લાના સામખયાળી થી 40 કિલોમીટર દૂર ભચાઉ તાલુકામાં કબરાઉ ધામ આવેલું છે. અહીં રોજ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે.
માતાનો પરચો એટલો બધો છે કે માતાનું નામ શ્રદ્ધાથી લેવાની સાથે જ મનોકામના પૂર્ણ થઈ જાય છે. જ્યારે લોકોની મનોકામના પૂર્ણ થાય છે તો તેઓ વિદેશથી પણ અહીં આવીને દર્શન કરે છે. આજ સુધી તમે માતાના અનેક પરચા વિશે સાંભળ્યું હશે ત્યારે આજે પણ એક એવા જ પરચા વિશે જણાવીએ.
અહીં સુરતથી એક મહિલા જેનું નામ દયાબેન હિરપરા હતું તેઓ દર્શન કરવા આવ્યા હતા. તેમના પતિનો ધંધો બરાબર ચાલતો ન હતો અને આર્થિક નુકસાની થઈ રહી હતી. તેવામાં મહિલાએ માનતા રાખી કે તેના પતિ નો ધંધો બરાબર ચાલશે તો તે કબરાઉ આવીને માતાના દર્શન કરશે. થોડા જ દિવસોમાં તેની પ્રાર્થના ફરી અને પતિના ધંધામાં બરકત આવવા લાગી.
મહિલા તેના પતિ સાથે કબરાવ આવી અને માતાના દર્શન કર્યા. તેઓ મણીધર બાપુને પણ મળ્યા અને તેમની સામે 5100 આપ્યા. મણીધર બાપુએ તેની ઉપર એક રૂપિયો મૂકીને દયાબેનને બધા જ રૂપિયા પરત કર્યા અને કહ્યું કે તમારી માનતા પૂરી થઈ ગઈ છે મોગલમાની પ્રસાદી તરીકે આ રૂપિયા ઘરની દીકરીને આપી દેવામાં આવે.
આવી જ રીતે સાચા મનથી જે પણ વ્યક્તિ માતા મોગલ ને યાદ કરે છે તેની બધી જ ઈચ્છાઓ માતા પૂરી કરે છે.