માતા મોગલના સ્મરણ માત્રથી ભક્તોની ચિંતા દૂર થઈ જાય છે. જે વ્યક્તિ માતા મોગલ ના દર્શન એકવાર પણ કરે છે તેનું જીવન ધન્ય બની જાય છે. આજ કારણ છે કે કચ્છના કબરાઉ ધામ ખાતે મોટી સંખ્યામાં ભક્તો માતા મોગલના દર્શન કરવા ઉમટે છે. માતા મોગલ ના પરચા અત્યાર સુધીમાં લાખો ભક્તોને મળ્યા છે.
જ્યારે પણ માતા મોગલ નો ભક્ત સંકટમાં હોય અને માતાને યાદ કરે છે ત્યારે માતા તેના દુઃખ દૂર કરવા હાજરા હજૂર થઈ જાય છે. માતા મોગલ ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ કરે છે. અત્યાર સુધીમાં લાખો લોકોને માતા મોગલના ચમત્કારની અનુભૂતિ થઈ છે.
આજે તમને આવી જ એક ઘટના વિશે જણાવીએ જેને જાણીને તમે પણ જય માં મોગલ એવું બોલી ઉઠશો. માતા મોગલ નું ચમત્કાર જ એવો છે કે તમને પણ તેના ઉપર વિશ્વાસ આવી જશે. આ વાત છે એક મહિલાની જેની સાથે એવી ઘટના બની હતી કે જેના કારણે તેઓ ચિંતામાં પડી ગયા હતા.
થયું એવું કે આ મહિલાનું પર્સ કે જેમાં તેણે 15 હજાર રૂપિયા રાખ્યા હતા તે ખોવાઈ ગયું હતું. મહિલાને ચિંતા હતી કે આ વાતની ખબર તેના પતિને પડશે તો શું થશે. મહિલા અત્યંત ચિંતામાં હતી અને તેને માતા મોગલ ને યાદ કરી અને માનતા રાખી. માનતા રાખી તેના 15 જ કલાકની અંદર મહિલાને પૈસા ભરેલું પાકીટ પરત મળી ગયું. પર્સ મળ્યા ની સાથે જ મહિલાએ માતા મોગલ ની પૂજા કરી અને પછી તુરંત જ મોગલ ધામ આવવા નીકળી પડ્યા.
મંદિરમાં આવીને તેણે 15,000 રૂપિયા મણીધર બાપુ સમક્ષ અર્પણ કર્યા. મણીધર બાપુએ 15 હજાર રૂપિયાની ઉપર એક રૂપિયો ઉમેરીને મહિલા અને તેના પતિને પરત કરી દીધા. સાથે જ બાપુએ જણાવ્યું કે આ રૂપિયા તમારી બહેનને આપી દેજો તેનાથી માતા પ્રસન્ન થશે.