એમ્બ્યુલન્સના ડ્રાઇવરે ગણતરીની મિનિટોમાં દર્દીની હોસ્પિટલ પહોંચાડી આપ્યું નવું જીવન

ડોક્ટર દર્દી નો જીવ બચાવે છે તેથી તેને ભગવાન પછીનો દરજ્જો આપવામાં આવે છે. આવી જ રીતે એક એમ્બ્યુલન્સ ડ્રાઇવર પણ એક દર્દી માટે ભગવાન સમાન બની ગયો. એમ્બ્યુલન્સ ડ્રાઇવર એ પોતાની કોઠાસૂઝથી એક દર્દીને સમયસર હોસ્પિટલ પહોંચાડીને તેનો જીવ બચાવી લીધો.

પીલાઈને રહેવાસી 85 વર્ષીય લીલા પાંડે ને હાર્ટ અટેક આવ્યો હતો. તેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પણ તેની હાલત ગંભીર હતી તેથી ડોક્ટરોએ તેમને રાયપુરની હોસ્પિટલમાં દાખલ કરવાનું કહ્યું.

જોકે ડૉક્ટરે એવું પણ કહ્યું હતું કે જો તેમને સમયસર સારવાર નહીં મળે તો તેમનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. તેના પરિવારજનોએ તુરંત જ એમ્બ્યુલન્સ બોલાવી અને એમ્બ્યુલન્સના ડ્રાઇવરને બધી જ વાત કરી. એમ્બ્યુલન્સ નો ડ્રાઇવર દર્દીની ગંભીરતા સમજી ગયો અને તેણે તેને સમયસર રાયપુર પહોંચાડવાનું નક્કી કર્યું.

સામાન્ય રીતે ભિલાઈથી રાયપુર પહોંચવા માટે દોઢ કલાકનો સમય લાગે છે પરંતુ એમ્બ્યુલન્સના ડ્રાઇવર એ ફક્ત 45 મિનિટમાં જ મહિલા ને હોસ્પિટલ પહોંચાડી દીધા અને તેને સમયસર સારવાર પણ મળવા લાગી જેના કારણે તેનો જીવ બચી ગયો.

એમ્બ્યુલન્સના ડ્રાઇવર એ જે સમયસુચકતા અને કોઠાસૂચ દાખવી તેને લીધે એક મહિલાનો જીવ બચી ગયો જેના કારણે લોકો હવે આ એમ્બ્યુલન્સ ડ્રાઇવરના ખૂબ વખાણ કરી રહ્યા છે.

Leave a Comment