ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં કેવો વરસાદ પડશે?

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 230 થી વધારે તાલુકાઓમાં ભારે વરસાદ નોંધવામાં આવ્યો છે. ગુજરાતમાં ચોમાસાના જૂન જુલાઈમાં ભારે વરસાદ પડ્યો છે. જેને કારણે નદી નાળાઓ અને તળાવમાં ભરપૂર પાણીની આવક થઈ છે. તો કેટલાક નાનામોટા જળાશયો સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં સરેરાશ ગુજરાતમાં 60% વરસાદ પડ્યો છે. ત્યારે હવે ફરી ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં કેવો અને કેટલો વરસાદને પડશે તેને લઈને આગાહીકાર પરેશ ગોસ્વામી દ્વારા મોટી ઊંઘ ઉડાડી દેતી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

પ્રથમ હવામાન વિભાગની આગાહી પર નજર કરીએ તો આગામી 26 સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. કારણ કે બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમો સક્રિય થઈ રહી છે. આ સક્રિય સિસ્ટમને કારણે ગુજરાતમાં ધોધમાર વરસાદનું વહન આવ્યું છે. આ વહન ગુજરાત માટે ભારે રહી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 26 તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

મીડિયા સાથે વાતચીત દરમિયાન પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં રાજ્યની અંદર ભારે વરસાદી માહોલ સક્રિય થઈ શકે છે. આ માહોલ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ લઈને આવી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે 2થી 8 ઓગસ્ટમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનું મોજું આવી શકે છે. જેના કારણે અનેક નીચાણ વાળા વિસ્તારો અને મોટી નદીઓ બે કાંઠે વહી શકે છે. તો કેટલાક વિસ્તારોમાં પૂર જેવી પણ પરિસ્થિતિ સર્જાઈ શકે છે.

પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર 2 થી 8 ઓગેસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જેવા કે સુરત, વલસાડ, તાપી, નવસારી, ડાંગ, છોટાઉદેપુર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, દ્વારકા, કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તેમણે જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનો ગુજરાત માટે ખૂબ જ ભારે રહી શકે છે. 8 ઓગસ્ટ બાદ ગુજરાતમાં વરસાદ વરાપ આપી શકે છે.

બંગાળની ખાડીમાં ઉપરા ઉપરી સિસ્ટમ સક્રિય થતા ગુજરાત ઉપર ઓગસ્ટ મહિનામાં વરસાદનું જોરદાર વહન આવી શકે છે. જેમાં ખાસ કરીને 5 થી 8 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે. સતત ચોમાસાના શરૂઆતથી જ રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે નવજાત પાક હવે નિષ્ફળ જવાના આરે પહોંચ્યો છે. ત્યારે હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરાતા ગુજરાતમાં અતિવૃષ્ટિ જેવા દ્રશ્યો પણ આવતા સમયમાં જોવા મળી શકે છે.

Leave a Comment