છેલ્લો શો નામની એક ગુજરાતી ફિલ્મ ઓસ્કાર એવોર્ડ માટે પસંદગી પામી હતી. આ ફિલ્મમાં ગુજરાતના નાનકડા ગામોના બાળકોએ કામ કર્યું છે. આ બાળ કલાકારો માંથી એક જામનગરના બાવરી સમાજના 16 વર્ષના રાહુલને પણ તેમાં અભિનય કર્યો છે.
જોકે આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ અભિનય કરનાર રાહુલ કોળી નું નિધન થયું છે. લ્યુકેમિયા ના કારણે રાહુલ કોડી નું નિધન થતાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને કોળી સમાજમાં માતમ છવાઈ ગયો છે. પોતાની પહેલી ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ રાહુલે દુનિયાને અલવિદા કહી દીધું.
જોગાનું ચોક જે દિવસે રાહુલનું તેરમું હશે તે જ દિવસે આ ફિલ્મ સિનેમા ઘરમાં આવશે. રાહુલ ધોરણ 8માં અભ્યાસ કરતો હતો અને છેલ્લો શો મુવીના ડાયરેક્ટર તેને સ્કૂલમાં જ મળ્યા હતા. તેનું સિલેક્શન તેમણે ત્યાં જ કરી લીધું.
જોકે કોરોના મહામારી દરમિયાન ભાવનગર વિસ્તારમાં આ ફિલ્મનું શૂટિંગ પૂરું કરવામાં આવ્યું. શૂટિંગ પૂરું થયા પછી રાહુલ અચાનક જ બીમાર પડ્યો હતો. જ્યારે તેને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે તેને બ્લડ કેન્સર છે. બ્લડ કેન્સર ની સારવાર શરૂ કરવામાં આવી. રાહુલને કેન્સર છે તે વાતની જાણ થતાં જ ફિલ્મના પ્રોડ્યુસરે તેનો હોસ્પિટલ નો તમામ ખર્ચ ઉપાડી લીધો હતો.
રાહુલ ના પિતા નું કહેવું છે કે રાહુલને બ્લડ કેન્સર છે તે વાતની જાણ થતા જ તેઓ અમદાવાદની ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માં સારવાર માટે પહોંચી ગયા હતા. છેલ્લા ચાર મહિનાથી તેની ત્યાં સારવાર ચાલી રહી હતી પરંતુ અંતે રાહુલે કેન્સર સામે જંગ હારી લીધી.
ફિલ્મનું શૂટિંગ પૂરું થયું ત્યાર પછી રાહુલનો પરિવાર અને અન્ય લોકોને તેની બીમારીની જાણ થઈ હતી. શૂટિંગ પૂરું થયા પછી રાહુલને થોડો સમય તાવ આવ્યો હતો. પરિવારના લોકોએ તાવની દવા લીધી પરંતુ તે વારંવાર બીમાર પડતો રહેતો. તેમણે વધારે ટેસ્ટ અને અન્ય ડોક્ટરને બતાવ્યું ત્યારે તેમને જાણવા મળ્યું કે રાહુલને કેન્સર થયું છે.