ઓસ્ટ્રેલિયા થી ફરવા આવેલી યુવતી ભારતીય પૂજારીના પ્રેમમાં પડી.. લગ્ન કરીને આ આશ્રમમાં બંને થયા સ્થાયી

સોશિયલ મીડિયા એવું પ્લેટફોર્મ છે જેમાં તમને માત્ર દેશની જ નહીં પરંતુ વિદેશની પણ રસપ્રદ ઘટનાઓ વિશે ઘર બેઠા જાણકારી મળે. તેવામાં સોશિયલ મીડિયામાં હાલ એક પ્રેમ કહાની ખૂબ જ ચર્ચામાં છે. આ પ્રેમ કહાનીમાં વિદેશી ગોરી ભારતીય પૂજારીના પ્રેમમાં પડી.

ભારતની સંસ્કૃતિને જાણવા અને ભારતની મુલાકાત લેવા માટે દર વર્ષે મોટી સંખ્યામાં વિદેશીઓ અહીં ફરવા આવતા હોય છે. તેમાંથી ઘણા લોકો ભારતીય સંસ્કૃતિ અને ભારતીય લોકોથી એટલા પ્રભાવિત થઈ જાય કે તેઓ અહીં સ્થાયી થઈ જતા હોય છે.

આવી જ રીતે વિદેશમાંથી એક યુવતી ભારત ભ્રમણ કરવા આવી હતી. ભારત ભ્રમણ દરમિયાન ઓસ્ટ્રેલિયાની આ યુવતી એક મંદિરમાં દર્શન કરવા ગઈ. આ મંદિરના પૂજારીના પ્રેમમાં આ યુવતી પડી ગઈ. પૂજારી પણ યુવતીના પ્રેમમાં પડી ગયા અને પછી બંનેએ મંદિરમાં હિન્દુ રીત રિવાજ પ્રમાણે લગ્ન કરી લીધા.

ભારતીય પૂજારીના પ્રેમમાં પડનાર યુવતી ઓસ્ટ્રેલિયાની જુલિયા છે. તે ભારત ભ્રમણ કરવા આવી હતી ત્યારે બદ્રીનાથ મંદિરમાં દર્શન કરવા ગઈ અને ત્યાં તેની મુલાકાત બાબા સિદ્ધાંત સાથે થઈ. બંને વચ્ચે વાતચીત થઈ અને જુલિયા બાબતે એટલી પ્રભાવિત થઈ કે તેના ચમોલી ખાતેના આશ્રમમાં તે રહેવા લાગી. થોડા સમયમાં બંને એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો અને હિન્દુ રીત રિવાજ પ્રમાણે લગ્ન કરી લીધા.

લગ્ન પછી જુલિયાએ પોતાનું નામ ઋષિવન રાખી લીધું. હાલ તેઓ આ આશ્રમ ખાતે રહે છે. આ આશ્રમની મુલાકાતે આવતા લોકો આ બંનેની પ્રેમ કહાની જાણીને પણ નવાઈ પામે છે.

Leave a Comment