આજે દરેક ગુજરાતીના મોઢે એક નામ રમતું થઈ ગયું છે. આ નામ છે કમાભાઇનું. કમાભાઈ સૌરાષ્ટ્રના કોઠારીયા ગામના વતની છે. થોડા સમય સુધી તેઓ ગુમનામ જીવન જીવતા હતા પરંતુ કિર્તીદાન ગઢવી ની મદદ થી હવે તેમનું નામ દેશ વિદેશમાં ગુંજી રહ્યું છે.
કમાભાઇ હવે કિર્તીદાન ગઢવી ના ડાયરાનું અભિન્ન અંગ બની ગયા છે. નાનામાં નાનું બાળક પણ આજે કમાભાઈ ને ઓળખતું થઈ ગયું છે અને તેના ચાહક બની ગયા છે. હવે તેઓ દરેક કાર્યક્રમના ડાયરામાં વિશેષ અતિથિ તરીકે હાજરી આપે છે અને મન મૂકીને ડાન્સ કરે છે.
કમાભાઈ ને ડાન્સ કરતા જોઈને લોકો પણ મસ્તીથી જૂમી ઊઠે છે. દરેક લોકોને મોજ કરાવી દેતા કમાભાઈ ના જીવન વિશે એક મહત્વની વાત છે જેના વિશે મોટાભાગના લોકો જાણતા નથી.
કમાભાઈ ને સૌથી પહેલા ડાયરામાં કિર્તીદાન ગઢવીએ બોલાવ્યા હતા. તેમને ડાયરામાં ડાન્સ કરતા જોઈને લોકો ખુશ થઈ ગયા અને કમાભાઈને તે સમયે રૂપિયા આપવામાં આવ્યા હતા. જો તુ જોતા માં કમાભાઈ ફેમસ થઈ ગયા અને હવે તેના ચાહકોની સંખ્યા પણ વધી ગઈ છે.
એક મુલાકાત દરમિયાન કમાભાઇએ જણાવ્યું હતું કે તે ડાયરામાં ક્યારે સ્ટેજ પાસે પણ ગયા ન હતા પણ કીર્તિદાન ગઢવી એ તેને ડાયરાના કાર્યક્રમમાં બોલાવીને ફેમસ કરી દીધો.
કમાભાઈ જ્યારે નાના હતા ત્યારે ડોક્ટરોએ તેમના માતા-પિતાને જણાવ્યું હતું કે કમાભાઈ મંદબુદ્ધિ છે એટલે તેમને ભજનમાં શોખ હશે. જ્યારે તેઓ પહેલી વખત ડાયરાના કાર્યક્રમમાં ગયા હતા ત્યારે તેમની પાસે 6000 રૂપિયા હતા. હવે તેમને દરેક કાર્યક્રમમાં જવા માટે હજાર રૂપિયા મળે છે. તેઓ કિર્તીદાન ગઢવી સાથે વિદેશ પણ જવા લાગ્યા છે.