ઉત્તર પ્રદેશના બલિયાના ભીમપુર વિસ્તારમાં હત્યાની એક સનસનીખેસ ઘટના સામે આવી છે. અહીં એક ખેડૂત પોતાના ખેતરમાં સવારે પાણી વાળવા માટે ગયો હતો ત્યારે એવું દ્રશ્ય જોવા મળ્યું કે જેના કારણે તેના હોશ જ ઉડી ગયા.
જ્યારે તે સવારે ખેતરમાં ગયા તો તેમણે એક લાશ જોઈ. અજાણા વ્યક્તિની લાશ જોઈને તેને આ વાતની જાણ પોતાના પરિવારને કરી. સાથે જ પરિવારના લોકો તુરંત જ પોલીસને તપાસ કરવા માટે જાણ.
પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ કરી તો પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે ખેતરમાં જ કામ કરતા રામભાઈ ચૌહાણ નામના 50 વર્ષીય વ્યક્તિનો આ મૃતદેહ છે. મૃતદેહ ઉપર ખભાની ઉપર ઊંડા ઘાના નિશાન હતા તેથી તેની હત્યા કર્યા હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું.
પોલીસે તુરંત જ રામભાઈ ના પત્નીને જાણ કરી. તેઓ ખેતરમાં આવ્યા અને મૃતદેહને જોઈને બેભાન જ થઈ ગયા. આ મામલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને તપાસ શરૂ કરી.
તેની પત્નીની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તેઓ ખેતરમાં પાણી વાળવા ગયા હતા તે સમયે રાતના 11:00 વાગ્યા હતા. પરંતુ આખી રાતે પરત આવ્યા નહીં તો તેની પત્નીને લાગ્યું કે તે ખેતરમાં જ સુઈ ગયા હશે કારણ કે ઘણી વખત તેઓ જમીને ખેતરે જતા તો ખેતરમાં જ રોકાઈ જતા. સવારે તેમણે આડોશી પાડોશીને પૂછ્યું તો ખબર પડી કે રામભાઈ ને તેમણે જોયા નથી પણ ખેતરમાંથી તેમની લાશ મળી આવી છે.
રામભાઈની રાત્રે ખેતરમાં જ કોઈએ હત્યા કરી નાખી. પોલીસે આસપાસના લોકોની પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે રામભાઈ અને તેના પત્ની વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો અને તેના કારણે છેલ્લા ઘણા સમયથી તેઓ સ્ટ્રેસમાં હતા.
તેથી જ તે ઘણી વખત રાત્રે ખેતરમાં આવી ત્યાં જ પોતાનું જમવાનું બનાવીને સૂઈ જતા. જોકે તેમની હત્યા ખેતરમાં કોણે કરી તે બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે. આ મામલે તેમના પત્નીએ તેના ભત્રીજા ઉપર શંકા વ્યક્ત કરી છે.