ગીરના જંગલોમાં બિરાજતા કનકાઈ માતાના દર્શન કરવાથી મનની ઈચ્છા થાય છે પુરી

સૌરાષ્ટ્રની ધરતી અતિ પવિત્ર ભૂમિ છે. તેથી જ સૌરાષ્ટ્રને સંત અને સુરાની ધરતી પણ કહેવાય છે. સૌરાષ્ટ્ર અનોખી ઓળખ ધરાવે છે કારણ કે અહીં ઘણા એવા પવિત્ર ધામ આવેલા છે જ્યાં દેવી-દેવતા હાજરાહજૂર બિરાજે છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. આવું જ એક પ્રખ્યાત તીર્થ સ્થળ જૂનાગઢના ગિરનારના પર્વતોમાં આવેલું છે.

ગિરનાર પર્વત ઉપર આવતો અનેક મંદિર આવેલા છે પરંતુ તેમાંથી એક મંદિર ખૂબ જ પ્રખ્યાત અને ચમત્કારિક માનવામાં આવે છે. ગિરનારના પર્વતો વચ્ચે જંગલમાં કનકાઈ માતા સાક્ષાત બિરાજે છે. આ મંદિર એટલું પ્રખ્યાત છે કે અહીં દૂર દૂરથી ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે. આ મંદિર ઐતિહાસિક અને પૌરાણિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ ધરાવે છે. ભક્તોની માન્યતા છે કે અહીં દર્શન કરીને જે પણ મનોકામના વ્યક્ત કરવામાં આવે છે તેને માતા અચુક પુરી કરે છે.

મંદિરના ઇતિહાસ પર નજર કરીએ તો ચાવડા વંશના રાજા કર્ણકે અહીં કંકાવટી નગરી બનાવી હતી. નગરીની રચના કર્યા પછી તેની રક્ષા માટે રાજાએ કનકાઈ માતાજીની પૂજા શરૂ કરી. આ જગ્યા ઉપર માતા અને કેશવરી નું મંદિર બારમી સદીનું હોવાની પણ માન્યતા છે. જેનું ઝરણું ધાર 1864 માં કરવામાં આવ્યો હતો. ચૈત્ર મહિનામાં અહીં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે.

Leave a Comment