ગુજરાતના આ નાનકડા ગામમાં જન્મ્યો છે અક્ષર પટેલ, આજે ટીમ ઇન્ડિયા નો છે ઓલરાઉન્ડર ખેલાડી

ક્રિકેટ ક્ષેત્રમાં છેલ્લા કેટલાક સમયથી ગુજરાતી ખેલાડીઓનું મહત્વ વધી રહ્યું છે. ટીમ ઇન્ડિયામાં ઘણા ગુજરાતી ખેલાડીઓએ પોતાનું સ્થાન જમાવ્યું છે. તાજેતરમાં જ ટીમ ઇન્ડિયામાં ઓલરાઉન્ડર તરીકે અક્ષર પટેલ પણ ચમક્યો છે. ગુજરાતીઓ માટે વધુ એક વખત ગૌરવની વાત એ છે કે અક્ષર પટેલ આગામી ઓક્ટોબર મહિનામાં યોજાનાર t20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા માટે વર્લ્ડ કપ પણ રમશે.

આ વર્લ્ડ કપમાં 15 ખેલાડીઓને સ્થાન મળ્યું છે જેમાંથી ચારની સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. કુલ 15 ખેલાડીઓ માંથી ચાર ખેલાડી ગુજરાતી છે. આચાર ખેલાડીઓમાં જસપ્રિત બુમરા, હાર્દિક પંડ્યા હર્ષિલ પટેલ અને અક્ષર પટેલ નો સમાવેશ થાય છે.

અક્ષર પટેલ ઓલરાઉન્ડર ખેલાડી છે અને તેની અંગત જીવનની વાત કરીએ તો 20 જાન્યુઆરી 1994 ના રોજ આણંદમાં તેનો જન્મ થયો હતો. હાલ તેનો પરિવાર નડિયાદમાં રહે છે અને અક્ષર પટેલને એક મોટો ભાઈ પણ છે. અક્ષર પટેલે તાજેતરમાં જ ડાયટેશન નેહા સાથે સગાઈ પણ કરી છે.

અક્ષર પટેલે સૌથી પહેલા ગુજરાત માટે ડબલ્યુ સીઝનમાં ક્રિકેટ રમ્યું હતું. વર્ષ 2013 માં તેણે સારું પ્રદર્શન કર્યું અને તે સમયે મુંબઈ ઈન્ડિયન્સ સાથે તેણે આઈપીએલનું કરાર પણ કર્યો. ત્યાર પછી તેને ટીમ ઇન્ડિયામાં પણ સ્થાન મળ્યું અને ટીમ ઇન્ડિયા માટે તેણે 38 જેટલી મેચ રમી જેમાં 45 લીધી. અક્ષર પટેલે ટીમ ઇન્ડિયા માટે પાંચ ટેસ્ટ મેચ રમી છે અને 36 વિકેટ લીધી છે તેણે ipl માં 109 મેચ રમી છે અને 95 વિકેટ ઝડપી છે.

ઘણી મેચમાં અક્ષર પટેલે તેની ટીમને જીત પણ અપાવી છે. આઈપીએલમાં તેનું પ્રદર્શન ખૂબ જ શાનદાર રહ્યું હતું તેથી તેને વર્લ્ડ કપની ટીમમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે.

Leave a Comment