આધુનિક સમયમાં ખેડૂતો પણ હવે સ્માર્ટ બનતા જાય છે. તેઓ ખેતી કરવા માટે ટેકનોલોજી નો ઉપયોગ કરે છે અને લાખોની કમાણી કરે છે. ઘણા ખેડૂતો અવનવા પ્રયોગ કરીને અન્ય ખેડૂતોને નવી રાહ પર ચીંધે છે. આવી જ એક શરૂઆત ખંભાળિયા તાલુકાના ભાણખોખરી ગામે વ્રજલાલ સુરેલીયા એ કરી છે.
વ્રજલાલભાઈ એ તાજેતરમાં જ એર પોટેટોની ખેતી કરી છે. સામાન્ય રીતે બટેટા જમીનની અંદર થતો પાક છે. પરંતુ વ્રજલાલભાઈએ બટેટા વેલા પર ઉગાડ્યા છે. વ્રજલાલભાઈએ વહેલા પર પાકતા બટેટા ની ખેતી કરવાની શરૂઆત કરી છે. બટેટાને જમીનમાં વાવી દીધા પછી તે વહેલા તરીકે જમીનમાંથી બહાર નીકળે છે અને એપ્રિલ મહિના દરમિયાન વેલાવા બટેટા આવી જાય છે.
વ્રજલાલભાઈ નું કહેવું છે કે આ બટેટા ની ચિપ્સ ખૂબ જ સારી બને છે. આ બટેટાનો ઓનલાઈન ભાવ ₹50 થી 100 રૂપિયા સુધીનો હોય છે. તેમણે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરીને એર પોટેટોની ખેતી કરી છે. તેમનો આ પ્રયોગ સફળ થયા પછી હવે તેઓ પાક વધારવા ઉપર ધ્યાન આપી રહ્યા છે.
તેમનું કહેવું છે કે આ બટેટા થી શ્વાસ છે ને નુકસાન પણ થતું નથી અને બજારમાં તેનો ભાવ પણ સારો આવે છે. આ બટેટાની ખેતી કરીને તેઓ વર્ષે લાખોની કમાણી કરે છે.