ગુજરાતની 3000 યુવતીઓના લગ્ન કરાવી ચૂક્યા છે આ વ્યક્તિ, દીકરીઓ પોતાના પિતા કરતાં પણ વધારે માને છે તેમને

આજે પણ આપણે આસપાસ એવા ઘણા લોકો છે જેમને દીકરીનો જન્મ થાય તો રાજીપો થતો નથી. તેની સામે એવા અનેક લોકો છે જેવો દીકરીના જન્મને પણ ઉજવણીની જેમ બનાવતા હોય છે.

કારણ કે તેમને દીકરીના જન્મની ખુશી હોય છે. દીકરીનો જન્મ થતાં ઘણા લોકો ખુશ એટલા માટે નથી થતા કે જ્યારે તે મોટી થાય અને તેના લગ્ન કરવાના હોય ત્યારે દહેજ આપવું પડે.

પરંતુ આવી હજારો યુક્તિઓને ધામધૂમથી લગ્ન કરાવીને સાસરે વડાવી ચૂક્યા છે ગુજરાતના આ વ્યક્તિ. સુરતના જાણીતા ઉદ્યોગપતિ અત્યાર સુધીમાં 3000 નિરાધાર દીકરીઓના લગ્ન કરાવી ચૂક્યા છે.

આ વ્યક્તિ છે મહેશ સવાણી. છેલ્લા કેટલાક વર્ષોથી અવિરત તેઓ નિરાધાર દીકરીઓના ઘર વસાવી તેમની સંપૂર્ણ જવાબદારી ઉપાડે છે. તેઓ માતૃ લગ્ન જ નથી કરાવતા પરંતુ લગ્ન પછી પિતા તરીકે ની દરેક ફરજ પણ નિભાવે છે.

દર વર્ષે તેઓ અનેક યુવતીઓના લગ્ન કરાવે છે.. આ લગ્નમાં ફક્ત હિન્દુ યુક્તિઓનો જ નહીં પરંતુ મુસ્લિમ અને ખ્રિસ્તી સમાજની યુવતીઓનો પણ સમાવેશ થાય છે તેમના લગ્ન પણ ધામધૂમથી મહેશભાઈ સવાણી કરાવે છે.

મહેશભાઈ સવાણી છેલ્લા નવ વર્ષથી નિરાધાર યુવતીઓના લગ્ન કરાવે છે અને અત્યાર સુધીમાં તેમણે 3,000 થી વધુ કન્યાઓનું કન્યાદાન કર્યું છે. એવું કહે છે કે લગ્ન થયા એટલે તેમની જવાબદારી પૂરી નથી થતી દીકરીઓનું ભવિષ્ય સારું રહે તે પણ તેમની જવાબદારી છે. તેથી તેઓ માત્ર દીકરીઓના લગ્નનો ખર્ચ જ નહીં પરંતુ તેમના બાળકોનો જન્મ શિક્ષણ અને સારવાર સુધી જ્યાં પણ આર્થિક મદદની જરૂર પડે ત્યાં તેઓ મદદ કરે છે.

તેઓ સતત પ્રયાસ કરે છે કે તમામ સરકારી યોજના નો લાભ પણ તેમની દીકરી અને જમાઈને મળતો રહે. તેમનું કહેવું છે કે આ કામ તેમને એટલે શરૂ કર્યું છે કે સમાજમાં કોઈપણ વ્યક્તિ દીકરીને પોતાના પરનો ભાર ન સમજે.

તેમણે એક ઇમર્જન્સી ફંડ પણ ઊભું કર્યું છે જેમાં દર મહિને દરેક જમાઈએ 500 રૂપિયા જમા કરવાના હોય છે. અત્યાર સુધીમાં 3000 જમાઈ ફંડમાં રૂપિયા જમા કરે છે જેના કારણે લાખોની રકમ એકત્ર થાય છે અને આ રકમથી તેમનું જ ભવિષ્ય સુરક્ષિત કરવામાં આવે છે.

Leave a Comment