ગુજરાતી ગીતોની કવીન ફાલ્ગુની પાઠક હાલ ક્યાં રહે છે અને કેવા દેખાય છે જુઓ તસવીરો

ગુજરાતી કલાકારની વાત કરીએ તો સૌથી વધારે પ્રખ્યાત ફાલ્ગુની પાઠક તેના ગુજરાતી ગીતોના કારણે થયા હતા. તેમને ગુજરાતના ગરબા ક્વિન તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ગુજરાતના કલાકાર છે પરંતુ તેમની કર્મભૂમિ ગુજરાત ન હતી તેમ છતાં તેમની લોકપ્રિયતાના કારણે ગુજરાતનું નામ વિશ્વભરમાં રોશન થયું છે. જોકે ફાલ્ગુની પાઠક આજના સમયમાં ક્યાં રહે છે અને શું કરે છે તેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે.

12 માર્ચ 1963 ના રોજ ફાલ્ગુની પાઠક નો જન્મ વડોદરામાં થયો હતો. હાલતી હું 56 વર્ષના છે છતાં પણ તેમનો પહેરવેશ અને દેખાવ પહેલા જેવો જ છે. તેમણે આજ સુધી લગ્ન કર્યા નથી. ફાલ્ગુની પાઠકે ફિલ્મોમાં કામ કર્યું નથી પરંતુ તેમણે સ્ટેજ શો થકી નામના મેળવી છે. ખાસ કરીને મુંબઈની નવરાત્રી ફાલ્ગુની પાઠક વિના અધૂરી રહે છે.

ફાલ્ગુની પાઠક એક શોના 20 લાખ રૂપિયા ચાર્જ કરે છે. અંબાણી પરિવારમાં પણ ફાલ્ગુની પાઠક અનેક વખત શો કરી ચૂકી છે. ફાલ્ગુની પાઠક એ તેને કારકિર્દીની શરૂઆત 1998 માં એક આલ્બમથી કરી હતી જેનું નામ ચુડી જો ખનકી હતું. આ આલ્બમ સુપરહિટ થયો ત્યાર પછી તેના ઘણા આલ્બમ આવ્યા જે હિટ થયા હતા.

ફાલ્ગુની પાઠક ને બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કરવાની તક મળી હતી પરંતુ તેમને પોતાના આલ્બમ પર જ કામ કરવાનું નક્કી કર્યું હતું. ફાલ્ગુની પાઠક તેમના પહેરવેશ ના કારણે પણ ખૂબ જ પ્રખ્યાત થયા હતા. 2003માં તેમણે નવરાત્રી મહોત્સવ દરમિયાન બે કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફાલ્ગુની પાઠક સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે અને તેના લાખો ફોલોવર્સ છે.

Leave a Comment