ગોપાલ નમકીન ના માલિક બીપીનભાઈએ 8000 રૂપિયામાં જ કરી હતી શરૂઆત.. આજે 3000 કરોડનું છે તેમનું સામ્રાજ્ય

ગોપાલ નમકીન ઘરે ઘરમાં પ્રખ્યાત વસ્તુઓ બની ચૂકી છે. ગોપાલ નમકીન ના માલિક 1000 કરોડથી પણ વધારે ની સંપત્તિ ધરાવે છે. તેમનું નામ ટોચના અમીરોની યાદીમાં પણ આવી ચૂક્યું છે. ગોપાલ નમકીન ના માલિક છે બીપીનભાઇ હદવાણી. તેમણે શૂન્યમાંથી સર્જન કરી અને આજે તેઓ ગોપાલ નમકીનના મારફત થી 1250 કરોડ સુધીની સફરે પહોંચ્યા છે.

બીપીનભાઇ હદવાણી નું મૂળ ગામ જામકંડોરણા નું ભાદરા છે. અહીં તેમણે પ્રાથમિકથી માધ્યમિક સુધીનો અભ્યાસ કર્યો. ગામમાં જ તેમના પિતાની ફરસાણની દુકાન હતી. જેના કારણે બીપીનભાઈ ને પણ ફરસાણ બનાવવાનું આવડતું હતું. તમને પહેલાથી જ ધંધામાં રસ હતો તેથી ધોરણ 12 માં તેઓ ત્રણ વિષયમાં નાપાસ થયા અને પછી આગળ અભ્યાસ ન કર્યો.

1990 માં બીપીનભાઈ એકલા જ રાજકોટ આવ્યા હતા અને પોતાના દીકરા સાથે પાર્ટનરશીપમાં ગોકુળ બ્રાન્ડ થી ફરસાણની કંપની શરૂ કરી. કંપનીની શરૂઆત થયાના એક જ વર્ષની અંદર ગોપાલ નમકીનને બજારમાં પકડ જમાવી લીધી. 1994 માં ગોપાલ બ્રાન્ડ નામથી એક અલગ બિઝનેસ શરૂ કરવામાં આવ્યો. જ્યારે તેમણે બિઝનેસ શરૂ કર્યો હતો ત્યારે તેઓ ઉધારમાં તેલ મસાલા લોટ સહિતની વસ્તુઓ લાવ્યા હતા અને તેઓ જાતે જ પેકિંગ કરીને જાતે જ તેને વેચવા નીકળતા. પેકિંગ વેચ્યા પછી જે પૈસા આવે તેમાંથી ફરી પાછું ફરસાણ બનાવતા અને સાઇકલમાં ફરસાણ ઘરે-ઘરે વેચવા નીકળતા.

આવી રીતે બિઝનેસની શરૂઆત થયા પછી સૌથી પહેલાં તેમણે હરીપર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ફેક્ટરીની શરૂઆત કરી. જોકે અહીં ખર્ચો વધી જતા તેમણે તે ફેક્ટરી બંધ કરીને સ્થિતિમાં આવવું પડ્યું. અહીં સાત વર્ષ સુધી તેમને મહેનત કરવી પડી. પરંતુ ધીરે ધીરે ફરીથી તેમના બિઝનેસનો વ્યાપ વધવા લાગ્યો.

તેમણે તમામ મશીનરી જાતે બનાવી હતી તેથી બજારની સરખામણીમાં તેમને મશીનરી 90 ટકા જેટલી સસ્તી પડી. સાથે જ ગ્રાહકો ઉપર પકડ જમાવવા માટે તેમણે તેના પિતાજીનો મંત્ર એટલે કે ગુણવત્તાવાળી વસ્તુ પીરસવાનો જાળવી રાખ્યું.

2010માં તેમણે મેટોડામાં ફેક્ટરી લીધી અને ત્યાં ભવ્ય બાંધકામ કરીને ગોપાલ નમકીનનું પ્રોડક્શન શરૂ કર્યું. વર્ષ 2007 થી લઈને 2012 સુધીમાં કંપની અઢી કરોડથી લઈને 250 કરોડ સુધી પહોંચી ગઈ અને આજે કંપનીની કિંમત 1200 કરોડ છે.

જીવનમાં સંઘર્ષ કરતા કરતા બીપીનભાઈએ આ ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે. હવે ગોપાલ નમકીન બ્રાન્ડ તરીકે ગુજરાત ભરમાં પ્રખ્યાત છે અને દેશના અન્ય આઠ રાજ્યોમાં પણ તેનું પ્રોડક્શન થાય છે. જોકે હવે છેલ્લા બે વર્ષથી બીપીનભાઈ નો દીકરો રાજ ધંધાની બધી જ જવાબદારીઓ સંભાળે છે.

ગુજરાત બાદ નાગપુરમાં પણ ગોપાલ નમકીન નો મોટો પ્લાન્ટ તૈયાર કરી રહ્યો છે જેના કારણે 2000થી વધારે લોકોને રોજગારી મળશે. આ સિવાય વેફર માટેનો એક અલગ પ્લાન્ટ અમરેલી ખાતે પણ શરૂ થવાનો છે. આ સિવાય 35000 ટનનું સૌથી મોટું સ્ટોરેજ પણ ગુજરાત ખાતે શરૂ થવાનું છે.

Leave a Comment