આજ સુધી એવું બન્યું નથી કે કોઈ ભક્ત એ માતા મોગલની માનતા રાખી હોય અને તે અધૂરી રહી હોય. માતાની કૃપાથી ભક્તોની મનોકામના તુરંત જ પૂર્ણ થઈ જાય છે. આવા પરચા અત્યાર સુધીમાં ઘણા લોકોને મળી ચૂક્યા છે. માતા પોતાના ભક્તોને ક્યારેય દુઃખી જોઈ શકતા નથી.
એટલે જ તો જ્યારે પણ ભક્તો માતા મોગલ ને યાદ કરે છે તો તેની ઈચ્છા પણ પૂરી થઈ જાય છે. ઈચ્છા પૂરી થતા ભક્તો માતાના દર્શન કરવા દોડી આવે છે. આજે તમને આવા જ એક પરચા વિશે જણાવીએ.
આ વાત જાણીને તમને પણ માતા મોગલ માં વિશ્વાસ થઈ જશે. કબરાઉ ખાતે દર્શન કરવા એક મહિલા આવી હતી. તેણે પોતાની દીકરી માટે માનતા રાખી હતી. તેની દીકરીને કાનની તકલીફ હતી અને મહિલાએ માનતા રાખી હતી કે તેની દીકરીની કાનની તકલીફ દૂર થઈ જશે તો તે કબરાઉ આવીને 11 હજાર રૂપિયા અને ચાંદીનું છત્ર માતાને ચડાવશે. થોડા જ દિવસોમાં મહિલાની દીકરી એકદમ સ્વસ્થ થઈ ગઈ અને કાનમાં કોઈ પણ પ્રકારની તકલીફ રહી નહીં. દીકરીનો રિપોર્ટ નોર્મલ આવતા તે પોતાની દીકરીને લઈને તુરંત જ કબરાઉ આવી.
મમતા અનુસાર તેને 11000 રૂપિયા અને ચાંદીનું છત્ર મણીધર બાપુને આપ્યું. સાથે જ તેણે જણાવ્યું કે તેને દીકરીની કાનમાં તકલીફ હતી તેથી તેણે માનતા રાખી હતી. માનતા પૂરી કરવા માટે કેનેડાથી આવી હતી. મહિલાની વાત સાંભળીને મણીધર બાપુએ તેને જણાવ્યું કે માતાએ તેની માનતા 11 ગણી સ્વીકારી છે સાથે જ તેના પૈસા પણ પરત આપીને કહ્યું કે ચાંદીનું છત્ર તમારા કુળદેવીના મંદિરમાં જણાવજો અને 11,000 તમારી દીકરીને આપી દેજો.