ગુજરાતમાં નાનામોટા અનેક મંદિરો આવેલા છે. દરેક મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી હોય છે. આવું જ એક ચમત્કારી મંદિર ચોટીલા ખાતે આવ્યું છે.
અહીં લોકો મોટી સંખ્યામાં ચોટીલા ડુંગર ચઢીને દર્શન કરવા આવે છે. આ મંદિર અતિ પ્રાચીન છે અને આ મંદિર સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે.
ચોટીલા પર માતા ચામુંડા સાક્ષાત બિરાજે છે. અહીં દર્શન કરવા આવનાર ભક્તોની મનોકામના અચૂક પુરી થાય છે. મંદિરનું નિર્માણ 1910 થી 1916 વચ્ચે થયું હતું. આ જગ્યા પર 155 વર્ષ જુની ઓરડી છે. અહીં દર્શન કરવા ભક્તો મોટી સંખ્યામાં આવે છે.
અત્યાર સુધીમાં લાખો ભક્તો માતાના દર્શન કરવા અહીં આવી ચુક્યા છે. આ મંદિર રાજ્યભરમાં પ્રખ્યાત છે. અહીં 1000 પગથિયાનું ચઢાણ છે ત્યારબાદ માતાના દર્શન થાય છે.
આ ડુંગર વિશે એવી પણ માન્યતા છે કે તેના પર રાત્રે કોઈ રોકી શકતું નથી. કારણ કે આ મંદિરનું રક્ષણ કરવા સાક્ષાત માતાજીનું વાહન સિંહ અહીં આવે છે. તેથી બધા સંધ્યા સમયે નીચે ઉતરી જાય છે.