જાણો કોણ છે કમાભાઈ ? અને ડાયરામાંથી મળતા પૈસાનું શું કરે છે આ કલાકાર

ડાયરાની રમઝટ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ખૂબ જ જામે છે. ખાસ કરીને ગુજરાતના કેટલાક જાણીતા કલાકારો વિદેશમાં પણ ડાયરાના પ્રોગ્રામ કરવા જતા હોય છે. જેમાં સૌથી વધુ પ્રખ્યાત કિર્તીદાન ગઢવી નો ડાયરો હોય છે. કિર્તીદાન ગઢવી ના ડાયરાની શાન કમાભાઈ પણ છે.

કિર્તીદાન ગઢવી ના ડાયરા માંથી પ્રખ્યાત થયેલા દિવ્યાંગ વ્યક્તિ કમાભાઈ હવે તેમના ડાયરા નું અભિન્ન અંગ બની ગયા છે. તેઓ ખૂબ જ ભોળા સ્વભાવના છે અને હવે લોકો ઘરે ઘર તેને ઓળખવા લાગ્યા છે. કમાભાઈ ની હાજરી ડાયરાની રમઝટને વધારી દે છે. લોકો દૂર દૂરથી કમાભાઈ ને જોવા ડાયરામાં આવે છે.

જોકે આ કમાભાઈને પહેલી વખત કિર્તીદાન ગઢવી એ 2000 રૂપિયા આપ્યા હતા અને તેનું નામ લલકાર્યું હતું. તેઓ દિવ્યાંગ હતા પરંતુ સંગીત પ્રત્યે તેમને ખૂબ જ લગાવ હતો. તેથી કિર્તીદાન ગઢવી ના ડાયરામાં તેમણે હાજરી આપી હતી. ત્યાર પછી હવે તેઓ દર વખતે ડાયરામાં હોય છે.

કમાભાઇની લોકપ્રિયતા હવે એટલી વધી ગઈ છે કે દરેક ડાયરામાં કમાભાઈનું નામ ચર્ચામાં હોય છે અને તેમનું સ્વાગત પણ કરવામાં આવે છે. તાજેતરમાં જ દેવાયત ખવડ ના ડાયરામાં તેમનું ફુલહાર પહેરવીને સ્વાગત કરાયું હતું.

હવે તું કમાભાઈ ડાયરામાં સૂટ બુટમાં એન્ટ્રી મારે છે અને લોકોના પ્રશ્નોના જવાબ પણ આપે છે. હવે કમાભાઇને દરેક ડાયરાના કાર્યક્રમમાંથી 15 થી 20 હજાર રૂપિયા મળે છે. તમને જાણીને નવાઈ લાગશે કે કમાભાઈ આ બધા જ રૂપિયા કોઠારીયા ગામમાં આવેલી એક ગૌશાળામાં દાન કરી દઈ છે.

Leave a Comment