જીગ્નેશ દાદા વિશે આ વાત નહીં જાણી હોય તમે પણ

છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન ગુજરાતના યુવાન કથાકાર તરીકે જીગ્નેશ દાદા પ્રખ્યાત થયા છે. ગુજરાતમાં તેમની નામના દિવસેને દિવસે વધી રહી છે તેઓ હવે એક પ્રખ્યાત ગુજરાતી કથાકાર બની ગયા છે.

જીગ્નેશ દાદા ની કથા માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં અને વિદેશમાં પણ યોજાય છે જેમાં મોટી સંખ્યામાં લોકો હાજરી આપે છે. જીગ્નેશ દાદા ની નાની ઉંમરથી જ ભજન ગાવાનો અને ભક્તિનો રંગ લાગી ગયો હતો. તેમની કથા દરમિયાન તેઓ ઘણી વખત એવા સુવિચાર કહેતા હોય છે જે આજના સમયમાં યુવાનોના મોબાઈલ ઉપર જોવા મળે છે.

જીગ્નેશ દાદા ને યુવાનો પણ ફોલો કરતા હોય છે. તેઓ વિશ્વભરમાં અલગ અલગ દેશમાં જઈને કથા અને ભક્તિ રસ પીરસે છે. જીગ્નેશ દાદા નો જન્મ 25 માર્ચ 1986 ના રોજ ગુજરાતના અમરેલી જિલ્લાના કર્યાચોળ ગામમાં થયો. તેમને એક બહેન પણ છે.

તેમના નાનપણની વાત કરીએ તો તેમના માતા પિતાની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી. તેમ છતાં તેમણે જીગ્નેશ દાદા ને અભ્યાસ કરાવડાવ્યો. ખુબ ઓછા લોકો એ વાત જાણતા હશે કે જીગ્નેશ દાદા એરોનોટિકલ એન્જિનિયરિંગ નો અભ્યાસ કર્યો હતો. પરંતુ તેમને ભક્તિનો રંગ લાગી ગયો હોવાથી તેમણે કથા કરવાનું શરૂ કર્યું.

જોકે કથાકાર બનતા પહેલા તેઓ અમરેલી એક કોલેજમાં સંસ્કૃતના પ્રોફેસર પણ રહી ચૂક્યા છે. સંસ્કૃત વિષયનું જ્ઞાન તેમને દ્વારકાથી મેળવ્યું હતું. હાલ જીગ્નેશ દાદા સુરતના વરાછા વિસ્તારમાં રહે છે. તેમની પહેલી કથાની વાત કરીએ તો તેઓ માત્ર 16 વર્ષના હતા ત્યારે પોતાના ગામોમાં તેમણે કથા કરી હતી.

જીગ્નેશ દાદા ની માત્ર કથા જ નહીં પરંતુ તેમના ભજન પણ ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય થયા છે. દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ એ ભજન ખૂબ જ પસંદ કરવામાં આવ્યું છે. તેઓ અત્યાર સુધીમાં સૌથી વધુ વખત કથા કરી ચૂક્યા છે.

Leave a Comment