સોશિયલ મીડિયા પર રોજ અવનવા વિડીયો શેર થાય છે. તેમાંથી કેટલાક વિડીયો વાયરલ થઈ જતા હોય છે. તાજેતરમાં જ આવો એક વિડીયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એક દુર્ઘટના બને છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ વિડીયો એક બ્રિજ તોડવાની લઈને છે અને જેને જોઈને લોકોના દિલના ધબકારા વધી જાય છે.
વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે એક જર્જરીત થયેલા પુલને તોડવા માટે જેસીબી બોલાવવામાં આવ્યું છે. જેસીબી નો ડ્રાઇવર એક બાજુથી બ્રિજ તોડવાનો પ્રયાસ કરી રહ્યો છે. જોકે ડ્રાઇવર પોતે બહાર નીકળી શકે તે માટે રસ્તો રાખતો નથી. તેવામાં બ્રિજ તૂટી પડે છે અને બ્રિજની સાથે જેસીબી પણ નીચે પડી જાય છે. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ અને તે હવે વાયરલ થઈ છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે જેસીબી ઊભું છે ત્યાંથી પાછળનું બ્રિજ પણ તૂટેલો છે અને પછી ડ્રાઇવર તેની આગળનું બ્રિજ તોડવાનો પ્રયાસ કરે છે. તે પાછળ કેમ જશે તે વિચાર્યા વિના જ્યારે તે બ્રિજ તોડવાનું શરૂ કરે છે તો જેસીબી અચાનક જ નીચે પડી જાય છે.
આ ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે અને લોકો તેના ઉપર અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે.