લોકો ઘરમાં રોકડ અને દાગીના રાખવાને બદલે બેંકના લોકરમાં રાખીને તેને સુરક્ષિત કરવાનું વધુ ઉચિત માને છે. બેંકના લોકરમાં રૂપિયા મૂકીને લોકો સલામતી ની ગેરંટી હોય એવું માને છે. પરંતુ વડોદરામાં એક ઘટના બની જેમાં બેંકની એવી બેદરકારી સામે આવી જેની તમે કલ્પના પણ કરી ન હોય.
અહીં bank of baroda ના લોકરમાં મહિલાએ ₹2,00,000 થી વધુ રૂપિયા જમા કર્યા હતા. જ્યારે મહિલાને આ રૂપિયાની જરૂર હતી અને તે બેંકના લોકર માંથી રૂપિયા કાઢવા ગઈ તો તેને કાગળનો કચરો મળ્યો. મહિલાએ બે લાખથી વધુની રકમ જે લોકરમાં રાખી હતી તેને ઉધય ખાઈ ગઈ.
વડોદરાના પ્રતાપ નગર વિસ્તારમાં bank of baroda ની શાખા છે. અહીં ખાતેદારોને લોકરની સુવિધા પણ આપવામાં આવે છે. અહીંના એક લોકરમાં એક મહિલાએ 2.20 લાખથી વધુની રકમ રાખી હતી જેને ઉધય ખાઈ ગઈ હતી.
મહિલાને રૂપિયાની જરૂર હતી અને તેને રૂપિયા નું લોકર ખોલ્યું ત્યારે તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. આ દ્રશ્ય જોઈને બેંક કર્મચારીઓએ અન્ય લોકોની પણ તપાસ કરી. મહિલાના બે લાખથી વધુ ના રૂપિયા હવે કાગળનો કચરો બની ગયા હતા.
આ મામલે મહિલાએ હવે બેંકમાં વળતર માટે લેખિતમાં ફરિયાદ કરી છે. જોકે વર્તનની માંગણી પર બેંકના મેનેજર તરફથી જે જવાબ મળ્યો તે મળતા મહિલાએ હોબાળો કરી મૂક્યો. લોકો પોતાના લોકરમાં રૂપિયા સહિત મહત્વના દસ્તાવેજ પણ રાખતા હોય છે તેવામાં આ ઘટના સામે આવતા ખડબડાટ મચી ગયો છે.