ટીમ ઇન્ડિયામાં બોલર તરીકે સ્થાન મેળવનાર હર્ષલ પટેલ એક સમયે અમેરિકામાં કરતો હતો 12 કલાક કામ…

વર્તમાન સમયમાં ટીમ ઇન્ડિયામાં અનેક ગુજરાતી ખેલાડીઓ મહત્વનું યોગદાન આપી રહ્યા છે. આજે તમને લોકપ્રિય બોલર હર્ષિલ પટેલ વિશે જણાવીએ. કે ટીમ ઇન્ડિયા નો ફાસ્ટ બોલર છે. આજે તે ટીમ ઇન્ડિયામાં મહત્વનું સ્થાન ધરાવે છે પરંતુ તેને જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. પરિવાર સાથે તે 17 વર્ષની ઉંમરમાં અમેરિકા સ્થાયી થવા માટે ગયો હતો તે સમયે તેને ખૂબ જ સંઘર્ષ ભરેલું જીવન જીવવું પડ્યું.

હર્ષદ ન્યુ જર્સીના એલિઝાબેથમાં એક પાકિસ્તાની વ્યક્તિ ની અત્તરની દુકાનમાં કામ કરતો હતો. તે સમયે દિવસના 12 થી 13 કલાક કામ કરતો અને તેને 35 ડોલર મળતા. 12 કલાકના સંઘર્ષ પછી હવે તે ટીમ ઇન્ડિયામાં મહત્વનું સ્થાન ધરાવે છે. વર્ષ 2018 માં હર્ષલને દિલ્હીની ટીમ એ 20 લાખની બેઝ પ્રાઇઝમાં કરાર બંધ કર્યો હતો. તેણે પોતાના શાનદાર પ્રદર્શનથી ટીમ ઇન્ડિયામાં ખાસ સ્થાન બનાવ્યું છે. Iplમાં પણ તેનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું ત્યારથી તેને તાજેતરની આઈપીએલની સીરીઝમાં 10 કરોડથી વધુની કિંમતે ખરીદવામાં આવ્યો હતો. ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં પણ હર્ષલ પટેલની પસંદગી થઈ હતી.

હર્ષલ પટેલ નો જન્મ ગુજરાતના સાણંદ ગામમાં 23 નવેમ્બર 1990 ના રોજ થયો હતો. જોકે હાલ તેનો પરિવાર અમેરિકામાં રહે છે. તેણે ક્રિકેટ ક્ષેત્રે 2010 માં ગુજરાત માટે વન-ડેડ ડબ્લ્યુ કર્યું હતું. . હર્ષદ હરિયાણા ગયો હતો અને 2011 12 માટે રણજીત ટ્રોફી સિઝનમાં પણ રમ્યું હતું.

2012માં ઇન્ડિયન પ્રીમિયર લીગ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં તેણે ધુઆધાર પ્રદર્શન કર્યું હતું. અત્યાર સુધીમાં દિલ્હી કેપિટલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં પણ રમી ચૂક્યો છે. Ipl માં તે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો છે. અથાગ પરિશ્રમ પછી આજે તે ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર તરીકે મહત્વનું સ્થાન ધરાવે છે.

Leave a Comment