દેશભરમાં લગ્નનો માહોલ જાણે જામ્યો હોય તેમ જ્યાં જુઓ ત્યાં લગ્નની જ ચર્ચાઓ અને ફોટા તેમજ વિડિયો ચર્ચામાં રહે છે. યુવક અને યુવતી પ્રભુતામાં પગલાં પાડીને પોતાના નવા જીવનની શરૂઆત કરે છે. તેમાં હાલ સોશિયલ મીડિયા પર એક લગ્ન છે જે ખૂબ જ ચર્ચામાં છે. આ લગ્નમાં બે બહેનો સાથે એક યુવકે લગ્ન કર્યા છે. આ લગ્ન દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. કારણ કે આ લગ્ન ધામધૂમથી બે બહેનોએ એક યુવક સાથે કર્યા.
જોકે આ લગ્ન ચર્ચામાં આવ્યા ની સાથે જ વરરાજા ટેન્શનમાં આવી ગયા છે. કારણકે વરરાજા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. બે બહેનો સાથે લગ્ન કરવાનો આ મામલો મહારાષ્ટ્રના સોલાપુરનો છે. અહીં વ્યવસાયી એન્જિનિયર એવા યુવકે બે બહેનો સાથે લગ્ન કર્યા. તેણે ધામધૂમથી લગ્ન કર્યા અને તેમના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા. એક સાથે બે યુક્તિઓ સાથે લગ્ન કર્યા ની વાત સામે આવતા પોલીસે વરરાજા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
આ મામલે પોલીસનું કહેવું છે કે આ લગ્નનો વિડીયો વાયરલ થયો અને તેમની સામે આવ્યા પછી વરરાજા વિરુદ્ધ કાર્યસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલામાં ભારતીય દંડ સંહિતાની કલમ 494 હેઠળ વરરાજા વિરુદ્ધ કેસ નોંધાયો છે. જોકે આ લગ્ન કન્યા અને વરરાજા ના પરિવારની સહમતીથી થયા છે. આઈટી ફિલ્ડમાં કામ કરતી બંને બહેનોના પિતાનું થોડા દિવસો પહેલા અવસાન થયું હતું. બંને બહેનો પોતાની માતા સાથે રહે છે.
એક દિવસ વ્યક્તિઓની માતાની તબિયત ખરાબ થઈ તો અતુલે તેની કાર વડે તેમને હોસ્પિટલ પહોંચાડી. ત્યાંથી અતુલ બંને બહેનોના સંપર્કમાં હતો. બંને બહેનો અને અતુલ નજીક આવ્યા તો ત્રણેય લગ્ન કરવાનું મન બનાવી લીધું. તેમણે ધામધૂમથી લગ્ન કર્યા પરંતુ લગ્ન કર્યા પછી વરરાજા ચિંતામાં આવી ગયા છે.