ડાયમંડ કિંગ ગણાતા ગોવિંદભાઈ ધોળકિયાએ પોતાના ગામને આપી સૌથી મોટી દિવાળી ગિફ્ટ, જાણો શું કર્યું તેણે પોતાના વતન માટે

સુરતના ડાયમંડ કિંગ તરીકે પ્રખ્યાત ગોવિંદભાઈ ધોળકિયાએ દિવાળી પહેલા પોતાના વતન માટે એક મોટી દિવાળી ભેટ આપી છે. તેઓ અનેક સેવાકીય કાર્યો કરીને સમાજમાં સતત અગ્રેસર રહ્યા છે. તેવામાં તેમણે દિવાળી માટે પોતાના વતન અને એક અનોખી ભેટ આપી છે

તેમણે કરેલા આ કામની ચર્ચા જોરથી રાજ્યભરમાં થવા લાગી છે. લોકો તેના કામની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે. ગોવિંદભાઈ ધોળકિયા શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ નામની હીરા કંપનીના માલિક છે. તેમણે પોતાના વતન જે અમરેલી જિલ્લાનું દુધાળા ગામ છે ત્યાં સોલાર સિસ્ટમ લગાવવાનું કામ કર્યું છે.

ગોવિંદભાઈ ધોળકિયાએ કરેલા આ કામથી ગામના 850 પરિવાર હવે સૌર ઉર્જાથી ઉત્પન્ન થયેલી વીજળીનો ઉપયોગ કરતા થશે. સમગ્ર ગામમાં સોલર સિસ્ટમ લગાડવાનો ખર્ચ પોતે જાતે ઉઠાવ્યો છે. સોલાર સિસ્ટમનું કામ ગામમાં શરૂ કરી દેવામાં આવ્યું છે જ્યારે આ કામ પૂર્ણ થશે ત્યારે દુધાળા ગામ દેશનું પહેલું એવું ગામ હશે જે સંપૂર્ણ રીતે સૌર ઊર્જાથી ચાલતું હોય.

આ ગામ વીજળી જાતે ઉત્પન્ન કરશે અને આત્મનિર્ભર બનશે. અહીં સોલાર સિસ્ટમ લગાડવા માટે કોઈપણ પ્રકારની સબસીડી લેવામાં આવી નથી બે કરોડનું અંદાજિત ખર્ચ ગોવિંદભાઈ ધોળકિયા પોતે ઉઠાવશે.

ગામમાં આવેલી દરેક ઈમારત ઉપર 300 જગ્યાએ સોલર પેનલ ઇન્સ્ટોલ કરવામાં આવશે.. આખા ગામને વીજળી પૂરી પાડી શકાય એટલી વીજળીનું ઉત્પાદન અહીં થશે.

Leave a Comment