તસવીરો જોઈને તમારી આંખો પણ થઈ જશે ભીની… લવ યુ પપ્પા, કહીને 12 વર્ષની દીકરીએ પિતાને આપી મુખાગ્નિ

મધ્યપ્રદેશના ઇન્દોરમાં બનેલી એક ઘટના સામે આવી છે. આ ઘટના કેવી છે જેના વિશે જાણીને કઠણ કાળજાના વ્યક્તિનું પણ મન હચમચી જાય. અહીં 12 વર્ષની નાની દીકરીએ પિતાને મુખાગ્નિ આપી હતી. આ દ્રશ્યો જોઈને ત્યાં ઉપસ્થિત બધા જ લોકો હિબકે ચડ્યા હતા.

કહેવાય છે કે દીકરી સૌથી વધારે પિતાની નજીક હોય છે. પિતા માટે પણ દીકરીનું સ્થાન ખૂબ જ ખાસ હોય છે. તેવામાં ઇન્દોરની 12 વર્ષની ખુશીને પોતાના પિતાને નાની ઉંમરમાં જ અલવિદા કહી દેવું પડ્યું. નાનકડી ખુશી એ આ સમયે હિંમત દાખવી અને પોતાના પિતાને અંતિમ વિદાય પોતે આપશે તેવું નક્કી કર્યું.

38 વર્ષના જય વટવાણીનું અવસાન થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. જોકે પિતાના મૃત્યુ પછી પરિવારના લોકોએ નક્કી કર્યું કે તેના અંગનું દાન કરવામાં આવશે. સૌથી પહેલા તેમના અંગદાન ની પ્રક્રિયા કરવામાં આવી. અને પછી તેમની અંતિમ વિદાયની તૈયારીઓ થઈ. જોકે તેમનું અવસાન બીમારીના કારણે થયું હોવાથી માત્ર તેમની આંખોનું દાન થઈ શક્યું હતું.

38 વર્ષીય જયને હાર્ટ અટેક આવ્યો હતો અને તેનું મૃત્યુ થઈ ગયું હતું. મૃત્યુ થયા પછી તેમની 12 વર્ષની દીકરી ખુશી એ દીકરા તરીકેની બધી જ ફરજો પૂરી કરી. બાર વર્ષની ખુશી પિતાના પારથી દેહને સ્મશાન સુધી લઈ ગઈ અને તેણે અગ્નિ પણ આપ્યો. અંતિમ સંસ્કારની વિધિ કરતાં પહેલાં છેલ્લી વખત રડતા અવાજે ખુશી એ પોતાના પિતાને આઇ લવ યુ કહ્યું. આટલું કર્યા પછી આંખમાંથી આંસુ પડતા હતા અને ખુશી એ પોતાના પિતાને અંતિમ વિદાય આપી.

ખુશીના આ શબ્દો સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકો ધ્રૂસકે ધ્રુસકે રડવા લાગ્યા. ખુશી કરતાં મોટા લોકો પણ ત્યાં હાજર હતા પરંતુ તેમને પણ ન સમજાયું કે ખુશીને હિંમત આપવા માટે તેઓ કયા શબ્દોનો ઉપયોગ કરે.

Leave a Comment