તહેવારોના સમયે સિંગતેલના ભાવમાં મોટો વધારો… ખોરવાઈ જશે ગૃહિણીઓના રસોડાનું બજેટ

મોંઘવારીએ માઝા મૂકી છે. એક પછી એક બધી જ જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે. વસ્તુઓના ભાવમાં નહીવત ઘટાડો થાય છે તેની સામે થોડા જ સમયમાં બમણો વધારો થઈ જાય છે. આ સ્થિતિમાં દેશમાં સામાન્ય લોકો માટે જીવન જીવવું મુશ્કેલ બની રહ્યું છે. સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે તહેવારોનો સમય વધુ એક માઠા સમાચાર લાવ્યો છે.

તાજેતરમાં જ દૂધના ભાવમાં વધારો થયો છે તેવામાં હવે સિંગતેલના ડબ્બાના ભાવમાં પણ વધારો નોંધાયો છે. પહેલાથી જ પેટ્રોલ અને ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે તેવામાં સીંગતેલના ભાવમાં પણ વધારો થતા મધ્યમ વર્ગના પરિવારોની કમર જ તૂટી જવાની છે. પરિવારમાં એક વ્યક્તિ કમાના હોય તેવામાં ઘર ચલાવવું મુશ્કેલ થઈ જાય તેવી સ્થિતિ દિવસે ને દિવસે સર્જાઈ રહી છે.

તહેવારોની સીઝન દરમિયાન સીંગતેલ પામોલીન તેલ અને કપાસિયા તેલના ભાવમાં સૌથી મોટો વધારો જીકાયો છે. દર વખતની જેમ આ વખતે પણ ભાવ વધારો મોટા પ્રમાણમાં હોવાથી તેના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ જવાના છે.

પામોલી તેલના ભાવમાં 60 થી 70 રૂપિયાનો ઘટાડો થયો છે તેની સામે કપાસિયા તેલના ભાવમાં ₹15 નો વધારો અને સીંગતેલના ભાવમાં 30 થી 40 રૂપિયાનો વધારો થયો છે. હવે એક પછી એક તહેવારો શરૂ થવાના છે તેવામાં સિંગતેલના ભાવમાં અને કપાસિયા તેલના ભાવમાં જે વધારો થયો છે તેના કારણે મધ્યમ વર્ગીય પરિવાર ચિંતામાં મુકાયા છે.

આ વર્ષે રાજ્યમાં વરસાદ સારો થયો હતો અને મગફળીનો પાક પણ સારો હોવાનું ચર્ચા રહ્યું હતું. તેવામાં અનુમાન હતું કે આ વખતે સિંગતેલના ભાવમાં ઘટાડો થશે પરંતુ તેનાથી વિરુદ્ધ સિંગતેલના ભાવમાં ઘટાડો થવાને બદલે વધારો થતા ગૃહિણીઓના જીવ અધ્ધર થઈ ગયા છે.

સીંગતેલના ભાવમાં હાલ જે વધારો થયો છે તે અંગે વેપારીઓનું કહેવું છે કે એક મહિનાની અંદર સિંગતેલની આવક યાર્ડમાં શરૂ થશે ત્યારબાદ ઘટાડો થઈ શકે છે આ ઉપરાંત સીંગતેલની મિલોમાં હાલ બંધ જેવો માહોલ હોવાથી સિંગતેલના ભાવમાં વધારો થયો છે.

આ ભાવ વધારા બાદ સીંગતેલ ના નવા ભાગ 2800 રૂપિયાથી વધી 2850 થઈ ગયો છે.

Leave a Comment