સુરત શહેર કોઈને કોઈ કારણથી હંમેશા ચર્ચામાં રહે છે. આજે સુરત શહેરની એક દીકરી વિશે જણાવીએ જેણે સુરતનું નામ અમેરિકામાં પણ રોશન કરી દીધું છે. સુરતની એક દીકરી નાસામાં પસંદગી પામી છે.
સુરતના વરાછા વિસ્તારમાં રહેતી ધ્રુવી જસાણી હવે સુરત થી નાસા યુનિવર્સિટીમાં ભણવા જવાની છે. તેને નાસા યુનિવર્સિટીમાં એડમિશન મળી જતા સમગ્ર દેશમાં સુરતનું ગૌરવ વધી ગયું છે.
ધ્રુવીય ધોરણ 12 સાયન્સનો અભ્યાસ કર્યો છે અને ત્યાર પછી વિવિધ સંશોધન કરી રહી હતી. તેના પિતા હેન્ડલુમનો વ્યવસાય કરે છે. તેવામાં તેણે નાસા યુનિવર્સિટીમાં ઓનલાઇન એપ્લિકેશન કર્યું અને પછી ચાર પરીક્ષાઓ આપી.
આ પરીક્ષા માટે વિશ્વભરના 3500 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા. જેમાં છેલ્લે 300 વિદ્યાર્થીઓની પસંદગી થઈ અને તેમાં ભારતમાંથી બે વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા છે. એક યુવક પંજાબનો રહેવાસી છે અને બીજી સુરતની ધ્રુવી જસાણી.