નવ વર્ષની બાળકીને છે વિચિત્ર બીમારી… ધીરે ધીરે શરીર બની રહ્યું છે પથ્થર જેવું

ઘણી વખત કેટલાક લોકોને એવી વિચિત્ર બીમારી થઈ જતી હોય છે કે જેના વિશે ક્યારેય સાંભળ્યું પણ ન હોય. આજે તમને એક આવી જ બાળકી વિશે જણાવીએ જેને ખૂબ જ વિચિત્ર બીમારી થઈ છે. હા બાળકી ની ઉંમર માત્ર નવ વર્ષની છે અને તેનું નામ રાજશ્રી છે.

નવ વર્ષની રાજશ્રીને એવી વિચિત્ર બીમારી છે જેના કારણે તેના શરીરનો રંગ બદલાઈ રહ્યો છે અને ચામડી પથ્થર જેવી થવા લાગી છે. ધીરે ધીરે તેનું શરીર પથ્થર જેવું થઈ રહ્યું છે જેના કારણે તેને દૈનિક કાર્યો કરવામાં અને ચાલવામાં પણ ઘણી બધી સમસ્યા થાય છે. રાજશ્રી છત્તીસગઢના બસ્તર જિલ્લાની રહેવાસી છે. છેલ્લા નવ વર્ષથી રાજશ્રી આ ગંભીર બીમારી સામે જજુમી રહી છે.

ધીરે ધીરે તેનું શરીર પથ્થર જેવું કઠણ થતું જાય છે. તેના માતા પિતાએ અનેક ડોક્ટરોને બતાવ્યું પણ જાણવા મળ્યું કે આ બીમારીનો કોઈ ઈલાજ નથી. આ બીમારી ટ્રી મેન્સીન્ડ્રોમ છે અને તે ખૂબ જ રેર છે. આ બીમારીમાં દર્દીને ચાલવામાં પણ ઘણી તકલીફ પડે છે.

જેમ જેમ શરીર કઠણ થતું જાય તેમ શરીરમાં દુખાવો પણ વધતો જાય છે અને સૌથી દુઃખદ વાત એ છે કે આ બીમારી નો કોઈ ઈલાજ નથી. રાજશ્રી જન્મ સમયે એકદમ નોર્મલ હતી પરંતુ જન્મના એક વર્ષ પછી તેના શરીરમાં આ બીમારીના લક્ષણો દેખાવા લાગ્યા. રાજશ્રી નો પરિવાર આર્થિક રીતે નબળો છે તેથી તે વધારે સારવાર પણ કરાવી શકતા નથી ડોક્ટરોનું પણ કહેવું છે કે આ બીમારીમાં ધીરે ધીરે વ્યક્તિનું શરીર પથ્થર જેવું થઈ જાય છે અને શરીરમાં અસહ્ય દુખાવો થવા લાગે છે.

Leave a Comment