પાનની દુકાને પાન વેચતા આ દાદા રોજ પહેરે છે 100 તોલા સોનાના દાગીના…

ઘણા લોકો એવા હોય છે જે પોતાના શોખના કારણે ખૂબ જ પ્રખ્યાત થઈ જાય છે. આવા જ એક દાદા વિશે આજે તમને જણાવીએ. આ દાદા આમ તો પાનની દુકાન ચલાવે છે પણ રાજા જેવું જીવન જીવે છે.

તેઓ ઘરની બહાર નીકળે ત્યારે પોતાના શરીર ઉપર સો તોલા સોનું પહેરીને નીકળે છે. જ્યારે તે નીકળે છે ત્યારે લોકો તેને જોતા રહી જાય છે. આ દાદા રાજસ્થાનના બિકાનેર ના રહેવાસી છે. તેમને પહેલી નજરે જોતા એવું લાગે કે તે કોઈ રાજા ના પરિવાર માંથી આવતા હશે. પરંતુ હકીકતમાં તે સામાન્ય પાનની દુકાન ચલાવે છે.

તે પોતાની પાનની દુકાને બેસવા આવે ત્યારે એક કિલો એટલે કે 100 તોલા સોનું પહેરીને આવે છે જેની કિંમત આશરે 50 લાખ રૂપિયા છે. આ વ્યક્તિ કરોડપતિ પાન વેચનાર તરીકે પણ પ્રખ્યાત છે. તે સવારથી સાંજ પાનની દુકાને બેસીને પાન વેચે છે

પણ તેના શરીર ઉપર 100 તોલા સોનાના દાગીના જોવા મળે છે. તેમનું કહેવું છે કે તેમને પહેલાથી જ સોનાના દાગીના પહેરવાનો શોખ હતો તે પોતાની કમાણીમાંથી મોટાભાગના રૂપિયા બચાવતા અને તેમાંથી સોનાની વસ્તુઓ ખરીદતા.

ધંધામાં શરૂઆતથી જ તેઓ સોનામાં ઇન્વેસ્ટ કરતાં તેથી આજે તેમની પાસે આટલું સોનું ભેગું થયું છે અને રોજ તે સોનુ પહેરીને જ દુકાને આવે છે.

તેમનું કહેવું છે કે પોતાનો સોના પહેરવાનો શોખ પૂરો કરવા માટે તેમણે દુકાન ચલાવી મહેનત કરી અને કમાણી કરી હવે તે પોતાની કમાણીને સોનાના દાગીના બનાવીને ખર્ચ કરે છે અને સાથે જ સોનાના દાગીના પહેરે છે.

Leave a Comment