પુત્રવધુ સાથે લાગી એવી માયા કે દીકરાના મૃત્યુ પછી દીકરી બનાવી પુત્રવધુના કર્યા લગ્ન, લગ્ન પછી પણ તે સાથે રહે તે માટે યુવકને લીધો દત્તક

સમાજમાં કેટલાક લોકો એવા હોય છે કે જેઓ એવું ઉમદા કામ કરે છે કે તેની ચર્ચા ચારે તરફ થવા લાગે છે. આજના સમયમાં ઘણા એવા પરિવાર છે જ્યાં દીકરા સાથે લગ્ન કરીને આવેલી પુત્રવધુ ને દીકરીની જેમ સાચવવામાં આવે છે. હવે લોકો દીકરી અને પુત્ર વધુ વચ્ચે અંતર કરતા નથી. આ વાતનું ઉદાહરણ કચ્છના એક પરિવારે પૂરું પાડ્યું છે. કચ્છના આ પરિવારે જે કામ કર્યું છે તેના વિશે જાણીને તમને પણ તેના વખાણ કરવાની ઈચ્છા થઈ જશે.

કચ્છના નખત્રાણામાં વરજડી નામનું એક ગામ છે. અહીં એક પરિવારમાં અનોખા લગ્ન થયા હતા. આ લગ્ન અનોખા એટલા માટે હતા કે અહીં દીકરા કે દીકરીના નહીં પરંતુ પુત્રવધુ ના લગ્ન થઈ રહ્યા હતા. પોતાના સંતાનોના લગ્ન છે હરખ અને ધામધૂમ સાથે પરિવારના લોકો કરતા હોય છે એટલી જ ધામધૂમ સાથે અહીં પુત્રવધુના લગ્ન લેવાયા.

કચ્છના આ પરિવારના દીકરાનું મૃત્યુ થોડા સમય પહેલા થયું હતું. નાની ઉંમરમાં દીકરો તો દુનિયા છોડીને જતો રહ્યો પરંતુ દીકરા પછી પુત્રવધુ નું જીવન સુધરે તે માટે આ પરિવારે અનોખું પગલું ભર્યું. 35 વર્ષના સચિન નામના દીકરાનું કરંટ લાગતા મોત નીપજ્યું હતું. જુવાનજોધ દીકરાનું અવસાન થતાં તેની પત્ની સહિત પરિવારના લોકો ઉપર આભ તૂટી પડ્યું. દીકરાના મૃત્યુ પછી પરિવાર તેના દુઃખમાં ડૂબી ગયો. 35 વર્ષના દીકરાનું અવસાન થતાં તેની પત્ની મિત્તલ અને તેના સંતાન ધ્યાન અને અંશ નિરાધાર બની ગયા હતા.

તેવામાં તેના સસરા ઈશ્વરભાઈને વિચાર આવ્યો કે તેની પુત્રવધુ નાની છે અને તેને સંસાર શરૂ કરવો જોઈએ. તેઓ પોતાની પુત્ર વધુને દીકરીની જેમ રાખતા હતા અને પછી મિતલબેન ને પણ તેના સાસુ સસરાને માતા-પિતા બનાવી લીધા. પુત્રવધુ સાથે તેમને એટલું લગાવ થઈ ગયો કે ઈશ્વરભાઈએ નક્કી કર્યું કે તેઓ એક યુવકને દત્તક લેશે અને તેની સાથે પુત્રવધુના બીજા લગ્ન કરાવશે. જેથી તેમની પુત્રવધુ અને પૌત્ર હંમેશા તેની સાથે જ રહે અને તેમની પુત્રી વધુનું જીવન પણ સુધરે.

ઈશ્વરભાઈ ના આ વિચારને સમર્થન આપ્યું વડાલી ગામના યોગેશે. આ અનોખા લગ્નમાં યોગેશ્વર ઈશ્વરભાઈ નો પ્રસ્તાવ સ્વીકાર્યો અને મિતલ સાથે લગ્ન કરીને પોતાના ગામથી વિદાય લઈને ઈશ્વરભાઈના ઘરે આવીને વસ્યો. આ લગ્ન અનોખા એટલા માટે પણ હતા કે તેમાં લગ્ન પછી વરની વિદાય થઈ અને તે કન્યા સાથે તેના ઘરે રહેવા ગયો. ઈશ્વરભાઈના આ નિર્ણયના કારણે મિતલબેનના જીવનમાં અને પરિવારમાં ફરીથી ખુશીઓનું વાતાવરણ છવાઈ ગયું જે પરિવારે એક દીકરો ગુમાવ્યો હતો તેને દીકરો ફરીથી મળી ગયો.

Leave a Comment