પોરબંદરમાં બની વિચિત્ર ઘટના, દર્દી ના પિતાશય માંથી નીકળી એવી વસ્તુઓ કે ડોક્ટરની આંખો પણ થઈ ગઈ ચાર

ઘણી વખત મેડિકલ ફિલ્ડમાં એવી ઘટનાઓ બનતી હોય છે કે જેના વિશે જાણીને લોકો આ સ્ટેડિયમમાં પડી જાય. આવી જ ચોકાવનારી ઘટના તાજેતરમાં પોરબંદર જિલ્લામાં બની. પોરબંદર જિલ્લો દરિયાકાંઠે આવેલો હોવાથી અહીંનું પાણી ક્ષારયુક્ત હોય છે પરિણામે અહીં કિડનીના અને પિતાશયની પથરીના દર્દીઓની સંખ્યા વધારે જોવા મળે છે.

પોરબંદરની આનંદ હોસ્પિટલમાં જામનગર જિલ્લાના એક દર્દી દાખલ થયા હતા જેમણે પિતાશયમાં પથરી હતી અને ઓપરેશન કરાવવાનું હતું. ઓપરેશન કરવા પછી પિત્તાશયમાંથી એવી એવી વસ્તુઓ નીકળી કે જેને જોઈને ડોક્ટરની આંખો પણ ચાર થઈ ગઈ.

સામાન્ય રીતે પિત્તાશયની પથરી હોય તેવા દર્દીઓની સંખ્યા ઓછી હોય છે અને કિડની પથરી હોય તેવા દર્દીઓ વધારે હોય છે. પિતાશયની પથરી નું ઓપરેશન થયા પછી દર્દીના પેટમાંથી એક કે બે નહીં પરંતુ 330 જેટલી પથરી નીકળી હતી. પથરીના કારણે તેની હાલત ખૂબ જ ખરાબ હતી પરંતુ ઓપરેશન પછી દર્દીને પણ રાહત મળી.

દર્દીએ રિપોર્ટ કરાવ્યા તો તેને ખબર પડી કે પિત્તાશયમાં પથરી છે પરંતુ તેને એ ખબર ન હતી કે તેના પેટમાં આટલી બધી પથરીઓ હશે. શરૂઆતમાં તેને પેટમાં ગેસ અને ઉલટી થવાની ફરિયાદો હતી તેથી તેણે રિપોર્ટ કરાવ્યા હતા રિપોર્ટમાં જાણવા મળ્યું કે તેને પિતાશયની પથરી છે.

ત્યાર પછી તેણે પોરબંદરમાં ડોક્ટર કલ્પિત પરમાર ની હોસ્પિટલમાં પથરી નું ઓપરેશન કરાવવાનું નક્કી કર્યું. આ ઓપરેશન પછી કલ્પિત કર મારે જણાવ્યું હતું કે આજ સુધી દર્દીના પેટમાંથી વધુમાં વધુ 15 પથરી નીકળી હોય તેવા કેસ આવ્યા છે પરંતુ આ પહેલો કેસ છે જેમાં 300 થી વધુ પથરી પિત્તાશય માંથી નીકળી હોય.

Leave a Comment