અમદાવાદ ખાતે પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી થઈ રહી છે. આ ભવ્ય મહોત્સવ એક મહિના સુધી ચાલશે અને અત્યાર સુધીમાં લાખો લોકોએ મહોત્સવની મુલાકાત લીધી છે. મહોત્સવનું આયોજન એટલું ભવ્ય છે કે લોકો અભિભૂત થઈ રહ્યા છે.
આ મહોત્સવમાં સામાન્ય માણસોની સાથે ઘણા બધા સેલિબ્રિટી અને ઉદ્યોગપતિઓ પણ ખાસ સેવા આપી રહ્યા છે. અહીં ખડે પગે સેવા કરનારમાં એવા ભક્તો પણ છે જેવું ખરેખર મોટું નામ ધરાવે છે પરંતુ બધું જ છોડીને અહીં લોકોની સેવા માટે લાગી ગયા છે. મહોત્સવમાં અનેક આકર્ષણો છે જેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. મહોત્સવમાં રસોડું હોય કે અન્ય કોઈ જગ્યા તેનો આયોજન અને મેનેજમેન્ટ ખુબ જ સુંદર રીતે કરવામાં આવ્યું છે. તાજેતરમાં આ મહોત્સવમાં જે હેર સ્ટાઈલિસ્ટ સેવા આપી રહ્યા છે તેઓ પણ ચર્ચામાં છે.
પ્રમુખ નગરમાં લોકોને વાળ કાપી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તમને જાણીને નવાઈ લાગશે કે દેશભરના મોટા મોટા અને પ્રખ્યાત હેર સ્ટાઈલ લિસ્ટ અહીં મુલાકાત લેવા આવનાર લોકોને હેર કટ કરી આપે છે. આ હેર સ્ટાઇલિસ્ટ પોતાના સલૂન માં ભાડ કાપવા માટે હજારો રૂપિયા ચાર્જ કરે છે પરંતુ પ્રમુખ નગરમાં ફક્ત દસ રૂપિયામાં જ લોકોને હેર કટ કરી આપવામાં આવે છે. તેનું એક વિડિયો પણ સામે આવ્યો છે. જેમાં એક હેર સ્ટાઈલ લિસ્ટ મુલાકાતે આવેલા વ્યક્તિને વાળ કાપી આપે છે.
આ મહોત્સવમાં દરજીકામ ચપ્પલ સીવી આપવાનું કામ જેવા કામ પણ લોકો ખુશી ખુશી કરી રહ્યા છે જેની ચર્ચા જોરથી દેશભરમાં થઈ રહી છે.