ટેકનોલોજીના આ યુગમાં લોકો માટે મોબાઈલ જીવન જરૂરિયાતની વસ્તુ બની ચૂક્યો છે. શાળામાં અભ્યાસ કરતા બાળકોને પણ હવે મોબાઈલની જરૂરિયાત પડવા લાગી છે. આ મોબાઈલ કામની વસ્તુ છે પરંતુ જ્યારે તેનો ઉપયોગ હદ કરતાં વધારે કરવામાં આવે તો તે સમસ્યા પણ સમજી શકે છે.
ઘણા ઘર એવા હોય છે કે જ્યાં મોબાઈલ ના કારણે વારંવાર ઝઘડા થતા હોય છે. કારણ માત્ર એટલું હોય છે કે પરિવારના સભ્યો એકબીજા કરતા મોબાઈલ પર વધારે સમય પસાર કરે છે. આ મોબાઈલ ના કારણે તાજેતરમાં જ એક મહિલાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો.
આ ઘટના બની હતી ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં. અહીં મોબાઈલના કારણે એક પરિવાર વેરવિખેર થઈ ગયો. જાણવા મળતી માહિતી અનુસાર ગાઝિયા બાદમાં એક દિયર એ પોતાની ભાભીના માથામાં હથોડો મારીને તેને મોતને ઘાટ ઉતારી દીધી. કારણ એટલું હતું કે તે મોબાઈલ ઉપર સમય વધારે પસાર કરતી જેના કારણે દિયરના મનમાં શંકા જાગી ગઈ.
આ મહિલાના પતિનો અવસાન 11 મહિના પહેલા અકસ્માતમાં થયું હતું. મહિલાને સંતાનમાં ત્રણ બાળકો છે. પતિના અવસાન બાદ મહિલા મોબાઈલ ઉપર સમય પસાર કરતી હતી. જેના કારણે તેના દિયર અને હત્યાના આરોપીને એવું લાગ્યું કે તેની ભાભીનું કોઈની સાથે અફેર ચાલી રહ્યું છે.
આ વાત તેના મનમાં ઘર કરી ગઈ. આ બાબતે તેણે ભાભી સાથે વાત પણ કરી અને તેને ફોનમાં વધારે વાત ન કરવા કહેવામાં આવ્યું. તેમ છતાં ભાભી તે વ્યક્તિ સાથે ફોનમાં વારંવાર વાત કરતા હતા. શરૂઆતમાં તો આ બાબતે દિયર ભાભી વચ્ચે ઝઘડા થતા. પરંતુ એક દિવસ વાત એટલી વધી ગઈ કે આરોપીએ ગુસ્સામાં આવી અને પથારીમાં સ્તુતિ પોતાની ભાભીના માથામાં હથોડો ઝીંકીને તેની હત્યા કરી નાખી.
મૃતક મહિલાનું નામ ટ્વિંકલ હતું અને તેના લગ્ન 2017માં ગૌરવ નામના વ્યક્તિ સાથે થયા હતા. ગૌરવના અવસાન પછી તેનો નાનો ભાઈ પોતાની ભાભીને શંકા ની નજરે જોયા કરતો. મોબાઈલ પર કોઈ સાથે વાત કરતી ભાભી પરની શંકા એટલી વધી ગઈ કે અંતે દિયરે તેને મોતની ઘાટ ઉતારી દીધી.