આજના સમયમાં પ્રસુતિ માટે નાનકડું ગામ હોય તો પણ ત્યાં હોસ્પિટલની વ્યવસ્થા હોય છે. મહિલા અને બાળકને જરૂરી બધા જ સંસાધનો હોસ્પિટલમાં ઉપલબ્ધ કરવામાં આવે છે. જોકે આ સેવા છેલ્લા કેટલાક વર્ષોથી જ ઉપલબ્ધ થઈ છે. થોડા વર્ષો પહેલા અંતરિયાળ વિસ્તારોમાં હોસ્પિટલ ની વ્યવસ્થા ન હતી.
તેવામાં ગ્રામ્ય વિસ્તારની વૃદ્ધ મહિલાઓ જ પ્રસુતિ ધરાવતી અને બાળકોનો સુરક્ષિત રીતે જન્મ કરાવતી. આ મહિલાઓ પોતાની જાણકારી અને સ્કીલના કારણે પ્રસુતિ કરાવવામાં સફળ રહેતી તેમની પાસે કોઈપણ પ્રકારની ડીગ્રી પણ હોય નહીં બસ અનુભવના આધારે તેઓ આ કામ કરતી.
આવા જ એક મહિલા છે 68 વર્ષના તળશી બેન. ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા તખતપુરા ગામમાં રહેતા તળશી બેન 48 વર્ષથી અનેક ગામોમાં મહિલાઓની વિનામૂલ્ય પ્રસુતિ કરાવી ચૂક્યા છે. તેઓ પોતાની સાથે એક પેટી રાખે છે જેમાં પ્રસુતિ માટેની જરૂરી સામગ્રી હોય છે.
પ્રસુતિ સમયે જરૂરી હોય તેવી દવાઓ અને સાધનો પણ તે પોતાની પાસે રાખે છે. તેઓ 20 વર્ષના હતા ત્યારથી મહિલાઓનું પ્રસુતિ કરાવવાનું કામ શીખ્યા. અત્યાર સુધીમાં તેઓ પંદરસોથી વધુ મહિલાઓની પ્રસુતિ સાવચેતીપૂર્વક કરાવી ચૂક્યા છે.
જ્યારે પણ તેમને કોઈ બોલાવવા આવે છે ત્યારે દિવસ કે રાત જોયા વિના કે તાત્કાલિક મહિલા પાસે પહોંચી જાય છે. અને સાવચેતીપૂર્વક તે મહિલાની પ્રસુતિ કરાવે છે. તેમના ગામની આસપાસના ગામોમાં લોકો તેમને બોલાવવા દોડી આવે છે.
તળશી બેન નું કહેવું છે કે હાલ તેવું 68 વર્ષના છે. આ ઉંમરે પણ કોઈ તમને બોલાવવા આવે તો તે તેના ગામમાં તેમજ આસપાસના 10 જેટલા ગામોમાં ડોક્ટરની જેમ ડિલિવરી કરાવવા માટે પહોંચી જાય છે. તેમનું કહેવું છે કે તખતપુરા ગામની આસપાસ પ્રસુતિ માટે કોઈ સુવિધા નથી.
અહીં આવેલા નાના નાના 10 જેટલા ગામોમાં મહિલાઓની પ્રવૃત્તિ કરાવવા માટે વ્યવસ્થા ન હોવાથી તેઓ પ્રસુતિ માટે મદદ કરે છે. મહિલા ને પ્રસુતિમાં કોઈ સમસ્યા નડે એમ હોય તો તે અનુભવના આધારે સમજી જાય છે અને તે પોતે જ મહિલા ને દવાખાને લઈ જાય છે. તેઓ દવાખાને પણ મહિલાની સાથે જ રહે છે જ્યાં સુધી તેની પ્રસુતિ ન થઈ જાય.