તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ માંથી એક પછી એક ઘણા કલાકારો વિદાય લઈ રહ્યા છે. જોકે આ સિરિયલમાં જુના કલાકારો ની જગ્યાએ નવા કાલાકારો એન્ટ્રી લઇ રહ્યા છે. અત્યાર સુધીમાં ઘણા નવા કલાકારોની એન્ટ્રી સિરિયલમાં થઈ છે. જ્યારે હવે બાવરીનું પાત્ર ભજવતી અભિનેત્રીએ પણ સીરીયલ છોડી દીધી છે અને નવી પાવરી તરીકે બબીતાજી કરતાં સુંદર અભિનેત્રીની સિરીયલમાં એન્ટ્રી થઈ છે.
અત્યાર સુધી સિરિયલમાં બાવરી નું પાત્ર મોનિકા ભદોરીયા પ્લે કરતી હતી. મોનિકા 2019 થી જ શો છોડી દીધો હતો ત્યારથી શોમાં બાવરી જોવા મળી ન હતી પરંતુ હવે નવી બાવરીની એન્ટ્રી થઈ ગઈ છે. હવેથી શોમાં નવીના વાડેકર બાબરી તરીકે જોવા મળશે. શોમાં નવી અભિનેત્રીની એન્ટ્રી ને લઈને અસ્તિત મોદીએ જણાવ્યું હતું કે દર્શકો તેના બોસ છે.
તેથી બાબરીના પાત્રમાં તે ફ્રેશ અને ઇનોસન્ટ હોય તેવી અભિનેત્રીને લેવા માંગતા હતા. નવીના ને જોઈને તેમની શોધ પૂરી થઈ ગઈ અને હવે શોમાં બાવરીની એન્ટ્રી પણ થઈ ગઈ. નવીના એ સૌને કમીટેડ રહેવાનું પણ અસત મોદીને વચન આપ્યું છે.
બાવરીના પાત્રની અભિનેત્રીને શોધવા માટે ઘણી બધી અભિનેત્રીઓના ઓડિશન લેવામાં આવ્યા હતા. તેમાંથી નવીનાની પસંદગી થઈ છે. નવીના મૂડ મહારાષ્ટ્રના થાને ની છે. તે પ્રોડક્શન હાઉસમાં પણ કામ કરી ચૂકી છે તે દરમિયાન તેને એક્ટિંગ અને ડાન્સિંગના વર્કશોપ પણ કરેલા છે. Taarak mehta માં પણ કામ કર્યું છે. તે મરાઠી સિરિયલોમાં પણ કામ કરી ચૂકી છે.