સુરતના બે મિત્ર કે જેણે સાથે મોતને વહાલું કર્યું તેવો મૃત્યુ પછી પણ અમર થઈ ગયા છે. સુરતમાં એક વર્ષ પહેલાં 17 વર્ષના બે યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. યુવાનીના દિવસો હજુ શરૂ જ થયા હતા તેવામાં મિત અને ક્રિશ નામના બે ખાસ ભાઈબંધને કારની ઠોકર લાગી જતા બ્રેનહેમરેજના કારણે તેમનું મૃત્યુ થઈ ગયું હતું
મીત અને ક્રિશ એકબીજાને નાનપણથી ઓળખતા હતા અને ખાસ મિત્રો હતા બંનેના પરિવારના લોકો આ ઘટનાને લઈને શોકમાં ઘરકાવ થઈ ગયા હતા. બંને મિત્રો એકબીજાને ભાઈ જેવા જ માનતા હતા એકબીજાના પરિવાર સાથે પણ તેમના ખાસ સંબંધ હતા.
તેઓ જ્યારે સાથે જઈ રહ્યા હતા ત્યારે તેમને અકસ્માત નળીઓ અને બંનેને ઈજા થતાં તેમનું મોત થઈ ગયું. જોકે ડોક્ટરે કહ્યું કે તેમના શરીરના કેટલાક અંગ અન્યને નવજીવન આપી શકે છે. પરિવારના લોકોએ પણ ડોક્ટરની વાતને સમર્થન આપ્યું કે ભલે તેમના દીકરા જીવતા ન હોય પરંતુ અન્યના જીવનને બચાવી શકાય છે.
તેથી બંનેના પરિવારે અંગદાનનો નિર્ણય લીધો. તેમના પરિવારના આ નિર્ણયને તેમના સમાજમાં પણ સન્માન કરવામાં આવ્યું. બંનેના શરીરના અંગને જરૂરિયાત મંદને દાન કરવામાં આવ્યું અને તેનાથી અનેક લોકોના જીવ બચી ગયા.