બે સંતાનોની માતાએ જે કારણોસર ખાધો ગળાફાંસો તેને જાણીને તમારા રુંવાળા પણ થઈ જશે ઊભા

રાજકોટમાં એક કારખાનેદારની પત્નીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જેમાં પરિણાતાના મોતનું કારણ સામે આવતા ભારે ચકચાર મચી હતી. બે સંતાનોની માતાએ પતિના ત્રાસના કારણે આત્મહત્યા કરી લીધી હતી.

શહેરના રૈયા રોડ વિસ્તારમાં આવેલી દર્શન પાર્ક સોસાયટીમાં 3 વર્ષીય મિત્તલબેન સાકરીયાએ ગળામાં ચુંદડી બાંધી આત્મહત્યા કરી લીધી હતી. તેમના લગ્ન 16 વર્ષ પહેલા થયા હતા અને સંતાનોમાં તેમને એક દીકરી અને દીકરો છે. તેમના પતિને મેટોડામાં કારખાનું છે.

મિત્તલબેનના પિતા રતિલાલ કપુરીયાએ દીકરીની આત્મહત્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી મોટો ઘટસ્ફોટ કર્યો હતો. તેમણે પોલીસને જણાવ્યું કે ગત માસમાં તેમની દીકરી તેમના ઘરે કાલાવાડ આવી હતી. તેણે જણાવ્યું હતું કે તેનો પતિ યોગેશ તેને બેફામ મારે છે.

છેલ્લા 3 વર્ષથી પતિ ત્રાસ આપતો હતો. આ મામલે પોલીસે પિતાની ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે મિત્તલબેનનું પોસ્ટમોર્ટમ પણ કરાવ્યું હતું.

Leave a Comment