ભક્તિની શક્તિ : 80 વર્ષના દાદી 600 કિલોમીટર બાઈક ચલાવીને પહોંચે છે રણુજા રામદેવપીરના દર્શન કરવા

આપણા દેશમાં અનેક દેવી-દેવતાઓના મંદિર આવેલા છે. લોકો પોતાની શ્રદ્ધા અને આસ્થા અનુસાર પોતાના આરાધ્યદેવ ને પૂજતા હોય છે. જ્યાં શ્રદ્ધા હોય છે ત્યાં પુરાવાની જરૂર હોતી નથી આવા પરચા અનેક મંદિરોમાં ભક્તોને જોવા મળે છે. આવું જ એક ચમત્કારિક મંદિર રણુજા માં આવેલું છે.

રણુજા ખાતે રામદેવપીર મહારાજ બિરાજે છે અને તેમના દર્શન કરવા હજારોની સંખ્યામાં લોકો આવે છે. રણુજાના રામદેવપીર નો મહિમા અપરંપાર છે અને તેમના દર્શન કરવા આવતા ભક્તો પણ અનોખા હોય છે. ભક્તો પોતાની શ્રદ્ધા અને ભક્તિ અલગ અલગ રીતે દેખાડતા હોય છે..

જેમ કે ઘણા ભક્તો દર્શન કરવા આવે ત્યારે રસ્તા પર દંડવત કરતા કરતા આવે છે, કેટલાક લોકો પગપાળા યાત્રા કરીને આવે છે. પરંતુ આજે તમને એક એવા દાદી વિશે જણાવીએ જેમને રામદેવપીરમાં એટલી શ્રદ્ધા છે કે તે છેલ્લા સાત વર્ષથી ખાસ રીતે રણુજા દર્શન કરવા આવે છે.

80 વર્ષના આઝાદી મધ્યપ્રદેશના વતની છે અને તેઓ દર વર્ષે એક વખત રણુજા બાઈક ચલાવીને આવે છે. તેઓ 80 વર્ષના છે અને ૬૦૦ કિલોમીટર બાઈક ચલાવીને રણુજા પહોંચે છે. આટલી ઉંમરે પણ 600 કિલોમીટર જેવું અંતર કાપતી વખતે તેમને કોઈ પણ પ્રકારની સમસ્યા કે સંકટનો સામનો કરવો પડ્યો નથી.

તેઓ દર વર્ષે મધ્યપ્રદેશથી નીકળે છે અને રણુજા પહોંચે છે અને રામદેવપીરના દર્શન કરે છે. હેપી વર્ષની ઉંમરે સામાન્ય રીતે રણુજા પહોંચવું પણ મુશ્કેલ પડી જાય છે તેવામાં આ દાદીની શ્રદ્ધા અનોખી છે કે તેઓ બાઈક ચલાવીને રણુજા દર્શન કરવા આવે છે.

Leave a Comment