રાજકોટ જિલ્લાના સહકારી રાજકારણમાં ભાજપનો આંતરિક વિખવાદ ફરી એકવાર સપાટી પર આવ્યો. જસદણ માર્કેટિંગ યાર્ડના ચેરમેનની ચૂંટણીમાં મોટો ઘટસ્પોટ થતા થતા રહી ગયો. નિર્ધારિત ચેરમેન નિયુક્ત થઈ જતા હાલ તો મામલો ઠંડો પડ્યો છે પરંતુ આવનારા દિવસોમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડતા જોવા મળી શકે છે.
સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં પણ ઉમેદવારો ભાજપ હાઇકમાન દ્વારા પસંદ કરવામાં આવે છે અને હોદ્દેદારોની વરણી પણ હાઈકમાનની સુચના ના આધારે થાય છે. તાજેતરમાં જસદણ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં આખે આખી પેનલ ભાજપની ચૂંટાઈ હતી.
સૌના આશ્ચર્ય વચ્ચે યાર્ડના ચેરમેનની ચૂંટણીમાં ચેરમેન બિનહરીફ થાય તે બદલે એકાએક હરીફ જૂથ ઊભું થયું. ભાજપના સત્તાવાર ઉમેદવાર ની સામે બળવો થયો અને ફોર્મ પણ ભરવામાં આવ્યું. ચિઠ્ઠી નાખીને ચેરમેન નક્કી કરવામાં આવ્યા જોકે નસીબ જોગે તેમાં અરવિંદ તાગડિયા નું નામ જ નીકળ્યું તેથી ભાજપનું જૂથવાદ ઉઘાડો પડ્યો. હવે ચર્ચાઓ એવી પણ શરૂ થઈ છે કે ચેરમેન પદ માટે જયેશ રાદડિયા અને કુંવરજી બાવળિયાએ સમજૂતીપૂર્વક મેન્ડેટ મેળવ્યું હતું. જોકે નવાઈની વાત એ છે કે ભરત બોઘરાએ સહકારી રાજકારણથી દૂર રહેવાની જાહેરાત કરી ત્યાર પછી બળવો કેવી રીતે થયો? તેના વિશે ચર્ચાઓ શરૂ થઈ છે