માતા મોગલ માં જે વ્યક્તિને શ્રદ્ધા હોય છે તેના જીવનના અશક્ય કામ પણ ચપટી વગાડતા પૂરા થઈ જાય છે. ફક્ત માતાજીની યાદ કરવાથી પણ ભક્તોનું જીવન ધન્ય થઈ જાય છે અને દુઃખ દૂર થઈ જાય છે. અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે અને તેમના મોઢે માતા મોગલના જ ગુણગાન સાંભળવા મળે છે. માતા મોગલ પોતાના કોઈપણ ભક્તોને દુઃખી જોઈ શકતા નથી તેથી માતાજીનું નામ લેવા માત્રથી જ દુઃખ દૂર થઈ જાય છે.
માતા મોગલ દુઃખ હરનારી માતા છે. આજ સુધી અનેક ભક્તોને આ પરચો મળી ચૂક્યો છે. માતાજીની ખ્યાતિ ફક્ત દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ફેલાયેલી છે. આજે તમને આવા જ એક ચમત્કાર વિશે જણાવીએ.
અહીં એક ભક્તો માતાજીના દર્શન કરવા આવ્યા હતા. તેણે પોતાની સાથે થયેલા ચમત્કાર વિશે જણાવ્યું. તેને જણાવ્યું કે તેમના ભાભી ને કેન્સર થયું હતું અને આ વાતથી ઘરમાં ચિંતા અને શોક ફેલાઈ ગયો.
હવે શું થશે તે વાતની ચિંતામાં બધા જ હતા. તેમણે દવા પણ શરૂ કરાવી અને સાથે જ માતાજીને પણ યાદ કર્યા. તેમને મનોમન નક્કી કર્યું કે તેમના ભાભીને કેન્સરની બીમારી દૂર થઈ જશે તો તે માતાજીના દર્શન કરવા આવશે.
થોડા સમયની સારવાર અને દવા પછી જ્યારે ભાભીના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતો રિપોર્ટ એકદમ નોર્મલ થઈ ગયા હતા. જે ગાંઠ દેખાતી હતી તે પણ રિપોર્ટમાં જોવા ન મળી. આ રિપોર્ટ જોઈને બધા જ મોગલ માને માની ગયા અને તુરંત જ મોગલ ધામ દર્શન કરવા આવ્યા.
તેમણે માતા મોગલના આશીર્વાદ લીધા અને મણીધર બાપુની સમક્ષ દાન પણ ભર્યું. પરંતુ મણીધર બાપુએ દાન દેવાની જરૂર નથી તેવું કહ્યું. સાથે જ કહ્યું કે તેમણે માતા મોગલ પર શ્રદ્ધા રાખી તેથી તેમની માનતા પૂરી થઈ છે.