મમ્મી શબ્દ આવે એટલે તરત મનમાં વિચાર આવે કે શું ખરેખર વર્ષો સુધી કોઈ વ્યક્તિના મૃત શરીરને સાચવી શકાય ? પરંતુ આજે તમને ભારતમાં રાખવામાં આવેલી એક આવી જ મમી વિશે જણાવીએ. ઇજિપ્ત આ પ્રકારના મમીના સંગ્રહ માટે પ્રખ્યાત છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં પણ આ રીતે 900 વર્ષ જૂના એક સંતની મમીને સાચવવામાં આવી છે. તમને જાણીને નવાઈ લાગશે કે સંત અને દાર્શનિક ગુરુ રામાનુજાચાર્યના મૂળ દેહને દક્ષિણ ભારતના શ્રી રંગ સ્વામી મંદિરમાં સાચવવામાં આવ્યો છે.
આ શરીર 900 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. સામાન્ય રીતે વ્યક્તિના મૃત્યુ પછી સંપૂર્ણ ધાર્મિક રીતરિવાજો સાથે તેના શરીરનો પણ અગ્નિસંસ્કાર કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં મૃતદેહને અગ્નિને સમર્પિત કરવામાં આવે છે. પરંતુ રામાનુજ આચાર્યના દેહને સાચવવામાં આવ્યો છે. તેઓ એક ભારતીય ફિલસો હિન્દુ ધર્મશાસ્ત્રી સમાજ સુધારક અને વૈષ્ણવ ધર્મ પરંપરાના સૌથી મહત્વપૂર્ણ પ્રચારક હતા. તેમના વિચારોએ ભારતમાં એક ચળવળ શરૂ કરી હતી.
તેમના મૃતદેહને સાચવવા માટે ચંદનની પેસ્ટ અને કેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમાં કોઈપણ પ્રકારના રસાયણ નો ઉપયોગ થયો નથી. વર્ષમાં બે વખત કેસર સાથે કપૂરના મિશ્રણનો આ શરીર ઉપર લેપ કરવામાં આવે છે જેના કારણે શરીરનો રંગ ઘેરુ જેવો દેખાય છે. તેમના મૂળ શરીરને તેમની મૂર્તિની પાછળ મૂકવામાં આવ્યું છે.
તેમના મૃતદેહને શ્રીરંગમ મંદિરની અંદર પાંચમા ચક્રના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં મૂકવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે આવું કરવાનું આદેશ ભગવાન રંગનાથ એ પોતે આપ્યો હતો. જ્યારે તેમનું દેહ છોડવાનો સમય નજીક આવ્યો ત્યારે રામાનુજચાર્યએ પોતાના શિષ્યોને જાણ કરી હતી કે તેઓ વધુ ત્રણ દિવસ સુધી તેમની સાથે રહેશે.
જે મંદિરમાં તેમના દેહને સાચવવામાં આવ્યો છે ત્યાં ભગવાન વિષ્ણુના સ્વરૂપ શ્રી રંગનાથ સ્વામીની પૂજા કરવામાં આવે છે. આ મંદિર દ્રવિડ શૈલીમાં બનાવવામાં આવ્યું છે. આ મંદિર સાથે પણ અનેક દંત કથા અને આધ્યાત્મિક વાતો જોડાયેલી છે પરંતુ સૌથી મોટું ચર્ચાનું પાત્ર રામાનુજાચાર્યનો સચવાયેલો મૃતદેહ છે.