ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. હત્યા જેવી ઘટનાઓને અંજામ આપતા પણ લોકો ડરતા નથી અને સરા જાહેર હત્યા કરી નાખતા હોય છે. આવી જ એક ચોકાવનારી ઘટના ભાવનગર શહેરમાં બની છે. અહીં એક પતિએ પોતાની પત્નીનો જાહેરમાં જીવ લઈ લીધો.
ભાવનગર શહેરના ગાયત્રી એપાર્ટમેન્ટ પાસે રસ્તા ઉપર અડધી રાત્રે એક પતિએ પોતાની પત્ની ઉપર તીક્ષણ હથિયાર વડે ઘા કરીને તેને મોતની ઘાટ ઉતારી દીધી. પત્નીને એટલી ગંભીર ઇજાઓ થઈ હતી કે તેનું મોત નીપજ્યું.
આ હત્યાના બનાવ સમયે ભાવનગરમાં 24 કલાકની અંદર બે આવી ઘટનાઓ બની હતી જેના કારણે શહેરમાં ફાફડાટ ફેલાઈ ગયો હતો. આ અત્યારનો બનાવ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. આ અંગે મળતી જાણકારી અનુસાર શહેરના રૂપાણી નજીક રહેતા ૫૦ વર્ષીય છાયાબેન રાઠોડ ની હત્યા તેના પછી રાજુ રાઠોડ એ કરી નાખી હતી.
પત્ની ઉપર રસ્તા વચ્ચે રાજુ રાઠોડ તીક્ષ્ણ હથિયાર સાથે હુમલો કરવા પહોંચી ગયો હતો અને રસ્તાની વચ્ચે જ છાયાબેન ઉપર તૂટી પડ્યો. તીક્ષણ હથિયાર વડે એણે એટલા ઘા માર્યા કે છાયાબેન નું મૃત્યુ નીપજ્યું. ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસને પણ જાણ કરવામાં આવી.
પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે રાજુભાઈ રાઠોડને શંકા હતી કે તેના પત્નીના અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધ છે. અનૈતિક સંબંધોની શંકાના કારણે એક પતિએ પોતાની પત્નીનો જાહેરમાં જીવ લઈ લીધો.