મંદિરમાં શ્રીફળ વધેરતા અંદરથી નીકળ્યો હંસ નો આકાર, લોકો ઉમટીયા દર્શન કરવા

ભારતમાં અલગ અલગ ધર્મ અને દેવી-દેવતામાં માનતા લોકો રહે છે. લોકોને પોતાના ઈષ્ટદેવ પ્રત્યે અનેરી શ્રદ્ધા હોય છે. આ શ્રદ્ધાના કારણે ઘણી વખત એવા ચમત્કાર થતા હોય છે કે જે ચર્ચાનો વિષય બની જાય. ઘણા લોકો પોતાની માનતા પુરી થાય એટલે દેવી-દેવતા ના મંદિરમાં પ્રસાદ તરીકે શ્રીફળ વધેરતા હોય છે. આવી જ રીતે એક ભક્તોએ જ્યારે મંદિરમાં શ્રીફળ ચડાવ્યું હતું. તેમાંથી હંસનો આકાર નીકળ્યો હતો.

મંગળવારના દિવસે ભક્તોએ પોતાની મનોકામના પૂર્ણ થતા માતાજીના મંદિરમાં શ્રીફળ ચઢાવ્યું. શ્રીફળ ચડાવ્યા બાદ અંદરથી હંસનો આકાર હોય તેવો શ્રીફળનો ભાગ નીકળ્યો. બ્રહ્માણી માતાજીના વાહન હંસ જેવો આકાર શ્રીફળ માંથી નીકળતા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

આ ઘટના બની તે સમયે મંદિરમાં ઘણા ભક્તો હાજર હતા તેમણે આ ચમત્કાર જોઈને ધન્યતા અનુભવી અને આ વાત આખા ગામમાં રાતોરાત ફેલાઈ ગઈ.

જે પરિવારે મંદિરમાં શ્રીફળ વધેર્યું તેમણે પણ માન્યું કે માતાજીનો આ કોઈ સારો સંકેત છે. મંદિરમાં શ્રીફળ વધાર્યા પછી તેમાંથી હંસનો આકાર નીકળ્યો છે તે વાત ફેલાઈ જતા મંદિરમાં મોટી સંખ્યામાં લોકો શ્રીફળના દર્શન કરવા આવવા લાગ્યા હતા.

Leave a Comment