મણીધર બાપુ માટે એક યુવક લાવ્યો ચાંદીની લકી, લકી હાથમાં લઈ મણીધર બાપુએ જે કર્યું તે જોઈને ભક્તો આશ્ચર્યમાં પડી ગયા

કચ્છના કબરાઉ ખાતે માતા મોગલ હાજરાહજૂર બિરાજે છે. અહીં માતા હોવાનો સાક્ષાત્કાર ઘણા ભક્તોને થયો છે. માતા પોતાના ભક્તોને બધી જ ઈચ્છાઓ તુરંત પૂરી કરે છે. અહીં દર્શન કરવા આવનાર ભક્ત ક્યારેય દુઃખી મનથી પરત જતા નથી માતા તેમના દુઃખ દૂર કરી દે છે. આજ સુધી માતાના દરબારમાંથી કોઈ ખાલી હાથ પરત ફર્યું નથી.

અહીં એવા પણ ઘણા દાખલા લોકોએ જોયા છે કે લોકો રડતા આવે અને હસતા મોઢે ઘરે જાય. માતા મોગલ ને જે વ્યક્તિ સાચા દિલથી માને છે તેના ઉપર ક્યારેય કોઈ સંકટ આવતું નથી. અહીં મણીધર બાપુ પણ માતાની સેવા કરવા બિરાજે છે. એક દિવસ એક યુવક મણિધર બાપુ માટે ચાંદીની લકી લઈને આવ્યો હતો. તેરે માતાના દર્શન કર્યા અને મણીધર બાપુને જઈને આ લકી આપી.

તેણે માણીધર બાપુને કહ્યું કે આ લકી તે ભેટ તરીકે તેમના માટે લાવ્યો છે અને તેની ઈચ્છા છે કે બાપુ આ લકી પહેરી લે. સાથે જ તેમણે કહ્યું કે તે પોતે તેમને આ લકી પહેરવા ઈચ્છે છે. મણીધર બાપુએ તે લકી પોતાના હાથમાં લીધી અને પછી યુવકને પરત આપી દીધી. સાથે જ કહ્યું કે આ લકી હવે તે પહેરે અને કોઈને આપે નહીં. માતા મોગલ હંમેશા તેની સાથે રહેશે અને તેની રક્ષા કરશે. સાથે જ તેમણે કહ્યું હતું કે સોના અને ચાંદી રાખીને તેઓ શું કરે આવી વસ્તુઓ તેના માટે નકામી છે.

Leave a Comment