આજના સમયમાં દરેક વ્યક્તિ અંગદાનના મહત્વને સમજી રહી છે જ્યારે પણ એવી સ્થિતિ સર્જાઈ ત્યારે પરિવારના લોકો જ અંગદાન માટે તૈયાર થતા હોય છે કારણ કે અંગદાન એ મહાદાન છે અને તેને કરવાથી અનેક લોકોને નવું જીવન મળી શકે છે.
આવું જ એક વધુ એક દાખલો મહિલાએ બેસાડ્યો છે. છેલ્લા કેટલાક સમયથી સુરત શહેર અંગદાનમાં મોખરે રહ્યું છે. તાજેતરમાં જ સુરતના ઉદ્યોગપતિ એવા ગોવિંદભાઈ ધોળકિયા જે ડાયમંડ કિંગ તરીકે પ્રખ્યાત છે તેમને પણ અંગદાન ના કારણે નવું જીવન મળ્યું છે.
ડાયમંડ બિઝનેસમાં ગોવિંદભાઈ ધોળકિયા ખૂબ જ પ્રખ્યાત છે. તેમની પાસે અઢળક રૂપિયો હોવા છતાં પણ પોતાના પગ જમીન ઉપર રાખીને સમાજ સેવાના કામમાં તેઓ આગળ રહે છે. થોડા સમય
થોડા સમય પહેલા વલસાડના એક શિક્ષકાનું બ્રેન્ડેડ થવાથી મોત થયું હતું. તેવામાં આ પરિવારના લોકોએ તેના અંગનું દાન કર્યું અને તેમના અંગથી ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકિયા ને પણ નવું જીવન મળ્યું.
દાન અને પુણ્યના કાર્યો માટે હંમેશા અગ્રેસર રહેતા ગોવિંદભાઈ ધોળકિયા ને છેલ્લા ત્રણ વર્ષથી લીવરની તકલીફ હતી અને તેમને લીવર ટ્રાન્સલેટ કરાવવું પડે તેમ હતું. પરંતુ તેમને લીવર મળી રહ્યું નહોતું પરંતુ મહિલાના અકસ્માત પછી તે બ્રાન્ડેડ થતાં તેનું લીવર ગોવિંદભાઈ ધોળકિયા માં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું.
આ મહિલાનો અકસ્માત થયો હતો અને તેના કારણે તે બ્રેન્ડેડ થઈ હતી. જોકે આ મહિલાનું લીવર ગોવિંદભાઈ ધોળકિયા ને આપવામાં આવ્યું અને તેની સાથે તેની કિડનીનું પણ દાન કરવામાં આવ્યું. જેના કારણે અન્ય લોકોને પણ નવું જીવન મળ્યું.