ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામનો એક યુવાન દુશ્મનો સામે લડતા શહીદ થયો. આ યુવાન બીએસએફમાં ફરજ બજાવતો હતો અને તે પશ્ચિમ બંગાળ ખાતે તૈનાત હતો. સંજયભાઈ પોપટભાઈ છેલ્લા 15 વર્ષથી બીએસએફ માં ફરજ બજાવી રહ્યા હતા.
છેલ્લા થોડા સમયથી તે પશ્ચિમ બંગાળમાં બોર્ડર પર ત્રાસવાદીઓ સામે દેશની રક્ષા કરી રહ્યા હતા. તે દરમિયાન ત્રાસવાદીઓ સાથે થયેલી અથડામણમાં તેઓ શહીદ થયા. આ ઘટના બની ત્યારે તેના ઘરે સવારમાં જ સમાચાર પહોંચાડી દેવામાં આવ્યા કે સંજયભાઈ દેશ માટે લડતા લડતા શહીદ થયા છે.
આ વાત સામે આવતા ગામમાં શોક નું મોજુ ફરી વળ્યું. સેનાએ તેની કાર્યવાહી કરીને સંજયભાઈ ના પાર્થિવ દેહને તેમના વતન પહોંચાડ્યો. ગામના જવાનનો મૃતદેહ ઘરે આવતા ગામના તમામ લોકો જોરદાર આંસુએ રડી પડ્યા હતા.
સંજયભાઈ ના અંતિમ સંસ્કાર માટે બીએસએફના કમાન્ડર સહિત અન્ય જવાનો પણ તેમના વતન આવ્યા હતા. અહીં તેમણે સંજયભાઈ ને અંતિમ સંસ્કાર સમયે 21 તોપની સલામી આપી હતી. ગામના દીકરાની અંતિમ યાત્રા નીકળી ત્યારે આસપાસના ગામના લોકો પણ અંતિમયાત્રામાં જોડાયા હતા.
પટેલ પરિવાર નો દીકરો દેશ સેવામાં શહીદ થતાં પટેલ સમાજના અગ્રણીઓ પણ તેની અંતિમયાત્રામાં આવ્યા હતા. સંજયભાઈ પટેલની અંતિમયાત્રા માનભેર નીકળી હતી અને તેમાં તેમના પરિવારના સભ્યોની સાથે હજારોની સંખ્યામાં લોકો ઉમટીયા હતા. અંતિમ યાત્રામાં શહીદ અમર રહો ના નારા ગુંજી ઉઠ્યા હતા.
દીકરાને ગુમાવવાનું દુઃખ તો હતું જ પરંતુ પરિવાર એ વાતનો ગૌરવ પણ અનુભવી રહ્યો છે કે દેશ સેવા કરતા તેમનો દીકરો વીરગતિ પામ્યો છે જેના કારણે તેમના પિતાની છાતી પણ ગજગજ ફૂલી હતી. દીકરાને ગુમાવવાનું દુઃખ તો હતું જ પરંતુ તેના અંતિમ સંસ્કાર એક વીર જવાનને શોભે તેવી રીતે થતા પરિવાર ગર્વ પણ અનુભવી રહ્યો હતો.