માતા મોગલ ના પરચા અપરંપાર છે. અત્યાર સુધીમાં ઘણા ભક્તોના દુઃખ માતાએ દૂર કર્યા છે અને જીવનમાં ખુશીઓ ભરી દીધી છે. આજ કારણ છે કે માતાના દરવાજા પર માથું ટેકવવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવે છે. માતા મોગલ કબરાઉ માં હાજર હજૂર બિરાજે છે તેવી અનુભૂતિ અનેક ભક્ત કરી ચૂક્યા છે.
કચ્છના કબરાઉ ધામ ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. ભક્તો પણ કહે છે કે અહીં માતાના દર્શન કરવાથી અલગ જ અનુભૂતિ થાય છે. તાજેતરમાં જ રાજકોટ થી અલ્પાબેન નામના મહિલા પણ પોતાની માનતા પૂરી કરવા પરિવાર સાથે કબરાવ આવ્યા હતા.
મંદિરે માતાના દર્શન કરીને તેમણે પોતાની સાથે થયેલા ચમત્કાર વિશે જણાવ્યું હતું. મણીધર બાપુને મળ્યા અને તેમની સાથે થયેલા ચમત્કાર વિશે જણાવ્યું. મહિલાએ જણાવ્યું કે તેના પતિને કેન્સર હતું જ્યારે તેનો રિપોર્ટ આવ્યો ત્યારે તેણે માતા મોગલ ની માનતા રાખી. ત્યાર પછી તેણે કેન્સરની સારવાર શરૂ કરી અને થોડા જ સમય માં તેના પતિ સ્વસ્થ થઈ ગયા.
સર્વર પછી તેના પતિના કેન્સરના રિપોર્ટ નોર્મલ આવ્યા અને હવે તે કબરાઉ આવ્યા છે અને મંદિરમાં 5000 રૂપિયા ધરાવાય ઈચ્છે છે. મણીધર બાપુએ તેને પૈસા પરત આપ્યા અને કહ્યું કે આ રૂપિયા ઘરની દીકરી અને બહેનોને આપી દેવામાં આવે માતાએ તેની માનતા એકાવન ગણી સ્વીકારી લીધી છે.