મા દુર્ગાનો ચમત્કાર… પંડાલમાં લાગી ભયંકર આગ પણ માતાની મૂર્તિને ન આવી આંચ

ઉત્તર પ્રદેશના ભદોહીમાં રવિવારે ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. અહીં દુર્ગા પંડાલમાં ભયંકર આગ લાગી હતી. આગની આ ઘટનામાં પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. ત્રણ બાળકો અને એક મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે 50થી વધુ લોકો આ ઘટનામાં દાઝી ગયા હતા હાલ 33 લોકોની હાલત ખૂબ જ ગંભીર હોવાનું સામે આવ્યું છે.

ઉત્તર પ્રદેશમાં આ દુર્ઘટના માંથી 150 થી વધુ લોકોનો ચમત્કારિક બચાવો પણ થયો છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આગ તે સમયે લાગી જ્યારે માતા દુર્ગાની આરતી થઈ રહી હતી. આરતી સમયે પંડાલમાં લોકોની સંખ્યા પણ વધારે હતી અને આગ લાગવાથી હોબાળો મચી ગયો. લોકોમાં જીવ બચાવવા માટે દોડધામ થઈ અને તેના કારણે કેટલાક લોકો આગની ચપેટમાં આવી ગયા.

મોટાભાગના લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આ ઘટનાની નજરે દોરનાર મહિલાનું કહેવું છે કે શોર્ટ સર્કિટ થયા પછી પંડાલમાં આગ લાગી હતી. થોડી જ વારમાં આગ પ્રચંડ રીતે ફેલાઈ ગઈ અને આખો પંડાલ સળગી ગયો.

આજની ઘટનાની જાણ થતા સ્ટુડન્ટ પોલીસ કાફલો અને ફાયર ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ સમગ્ર વિસ્તાર અને આસપાસની જગ્યાઓમાં પણ લોકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો આગ લાગી ત્યારે ચારે તરફ ધુમાડાના ગોટેગોટા દેખાઈ રહ્યા હતા. જોકે લોકોને આશ્ચર્ય ત્યારે થયું જ્યારે આગ કાબુમાં લેવાય અને જે દ્રશ્ય જોવા મળ્યું.

આખો પંડાલ સળગી ગયો હતો પણ માતાની મૂર્તિ ને જરા પણ આંચ આવી ન હતી. આગના કારણે માતા દુર્ગાની મૂર્તિ ને કોઈ જ નુકસાન થયું ન હતું. આખો પંડાલ સળગી ગયો અને પાંચ લોકોના પણ મોત થયા એવી ભયંકર આગમાં પણ માતા દુર્ગાની મૂર્તિને જરા પણ નુકસાન થયું નહીં તે વાત લોકોમાં ચર્ચાનો વિષય બની છે. આ વાતને લોકો માતા દુર્ગાનો ચમત્કાર ગણાવી રહ્યા છે.

Leave a Comment